For Quick Alerts
For Daily Alerts
મોદી સરકારને ઉખાડી ફેંકો, વાઘેલાની શિક્ષકોને અપીલ
અમદાવાદ, 15 ઑક્ટોબરઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અંગે શંકરસિંહ વાઘેલાએ રવિવારે પ્રોફેસર્સ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કોલેજ-સ્કૂલ સંચાલકોને અપીલ કરી હતી કે તેઓ હાલની ભાજપ સરકાર અને તેની શિક્ષણ વિરોધી નીતિઓનો ગુજરાતમાંથી ઉખાડી ફેંકી ક્રાંતિનું સર્જન કરે. અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં આયોજિત વિદ્યાર્થીઓ અને સંચાલક સંમેલનને સંબોઘ્યું હતું.
આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરહરી અમિન સહિત ગુજરાત યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
વાઘેલાએ કહ્યું કે, રાજકારણમાં શિક્ષકોની કોમ્યિુનિટીને પક્ષ રાજકારણમાં ઉમેરી શકે નહીં, તેવી જ રીતે જે વ્યક્તિ ખોટું કરતો હોય તેને રોકવો પણ જોઇએ. જો તમને લાગતું હોય કે છેલ્લા 10-12 વર્ષોમાં હાલની રાજ્ય સરકારે એજ્યુકેશન ક્ષેત્રે સારું કામ કર્યું ના હોય તો પછી તમારે એ ભાજપ સરકારને ઉખેડીને ફેંકી દેવી જોઇએ.
મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના ઉદાહરણ આપીને વાઘેલાએ કહ્યું કે, હવે શિક્ષકોએ સરકાર દ્વારા કરવામા આવેલા ખોટા કામોનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે અને રાજ્યમાં ક્રાંતિ લાવવાની છે.