Shailesh Patel : ભાજપ નેતા શૈલેષ પટેલની ગોળી મારી હત્યા
Shailesh Patel : વલસાડ જિલ્લાના ભાજર ઉપપ્રમુખ શૈલેષ પટેલની 8 મેની સવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. શૈલેષ પટેલ પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા જતા સમયે મંદિરમાં દર્શન કરવા માટે જઇ રહ્યા હતા, ત્યારે તેમની હત્યા થઇ ગઇ હતી.
વાપીના કોચરવા ગામના રહેવાસી શૈલેષ પટેલની હત્યાનું કારણ જૂની અદાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે આ સનસનાટીભરી ઘટના બની હતી. તેમની પત્ની મંદિરમાં દર્શન કરવા માટે અંદર ગયા હતા.

આ દરમિયાન શૈલેષ કારમાં બેસીને રાહ જોઇ રહ્યા હતા. તે જ સમયે બાઇક પરથી આવેલા શૂટરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં શૈલેષ પટેલને ત્રણ ગોળી વાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.
જ્યારે પત્ની મંદિરમાં દર્શન કરીને પરત ફર્યા અને કારનો દરવાજો ખોલ્યો તો પતિને ગંભીર ઇજાગ્રસ્ત જોઈને તેણે ચીસો પાડી હતી.
ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો. વલસાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.












Click it and Unblock the Notifications
