Valsad Lok Sabha Election Results 2024 LIVE Gujarati: વલસાડ લાઇવ રિઝલ્ટ, ધવલ પટેલ વર્સિસ અનંતભાઇ પટેલ
Valsad Lok Sabha Election Result 2024 Live in Gujarati: વલસાડ લોકસભા સીટ દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. વલસાડ લોકસભા બેઠકમાં કૂલ 7 વિધાનસભા મતવિસ્તાર સમાહિત છે, જેમાંઃ- ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉંબેરગાંવ સામેલ છે. આ સીટને ભારતમાં બેલવેધર સીટ ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે જે પાર્ટી આ સીટ જીતશે તે કેન્દ્રમાં સરકાર બનાવશે.

કોંગ્રેસે 9 વખત વલસાડ લોકસભા સીટ જીતી છે, જ્યારે ભાજપે 5 વખત વલસાડ લોકસભા સીટ જીતી છે. 2014 ભાજપના ડૉ કેસી પટેલે 55.05 ટકા વોટશેર સાથે વલસાડથી જીત મેળવી હતી, અને 2019માં કેસી પટેલે 61.25 ટકા વોટશેર સાથે વલસાડ સીટ જીતી હતી.
આ વખતે ભાજપે ડૉ. કેસી પટેલનું પત્તું કાપી ધવલ પટેલને ટિકિટ આપી હતી. તેમની સામે કોંગ્રેસે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉભા કર્યા હતા. ધવલ પટેલ ભાજપને વલસાડ જીતાવશે કે નહીં તે જાણવા માટે તથા Valsad Result Live મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
નોંધનીય છે કે વલસાડમાં કૂલ 18 લાખ 59 હજાર 974 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 72.71 ટકા એટલે કે 13 લાખ 52 હજાર 413 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વલસાડમાં આદિવાસી મતદારો વધુ પ્રમાણમાં છે ત્યારે શું આ વખતે પણ ભાજપ વલસાડના મતદારોને રિઝવી શકશે કે કેમ તે જોવું રહ્યું.
લાઇવ અપડેટ
8:20 AM - મતગાણતરી શરૂ થઈ ગઈ છે. વલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે.
9:52 AM - વલસાડથી મોટા સમાચાર, ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ પછી ધવલ પટેલ બીજા ઉમેદવાર છે જેમણે લીડનો આંકડો 1 લાખ પાર કર્યો હોય.
12:50 PM - ભાજપે વધુ એક સીટ ગુજરાતથી જીતી લીધી છે. વલસાડમાં ધવલ પટેલ જીતી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
