Valsad News : મધુબન ડેમમાંથી પાણી છોડાયું, વાપી-ઉમરગામમાં ભારે વરસાદના કારણે તારાજી
Valsad News : વલસાડ જિલ્લામાં આવેલા મધુબન ડેમમાંથી આજે પાણી છોડવાને નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં રાત્રે 12 કલાકે 250000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે કારણે તંત્ર દ્વારા વાપી અને ઉમરગામ તાલુકાના લોકોને નદીકિનારે ન જવા માટે સૂચન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. રાત્રે બે કલાકથી ડેમમાંથી અંદાજે દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે, તેવી આગાહી કરવામાં આવી છે. વલસાડમાં હાલ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
ભારે વરસાદના કારણે ઔરંગા નદીના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. જે કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રની ટીમ ફિલ્ડ વિઝિટ કરી રહી છે. પાણી ભરાઇ જવાના કારણે હનુમાન ભાગડા ગામનો સંપર્ક કપાઇ ગયો છે.
ભારે વરસાદના કારણે દમણ ગંગા નદીના કિનારે વસેલા ગામો માટે એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરાનગર અને હવેલી તેમજ વાપી તાલુકાના નદી કિનારે વસેલા ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વરસાદનો હાલ ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
