વલસાડ: GIDCમાં આગ, મોડી રાત્રે મેળવાયો આગ પર કાબૂ
વલસાડના ઉમરગામના સરીગામ જીઆઈડીસીમાં ઈન્ક બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. શનિવારના રોજ જીઆઇડીસીમાં આવેલી સી ટેન્ક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી
વલસાડના ઉમરગામના સરીગામ જીઆઈડીસીમાં ઈન્ક બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. શનિવારના રોજ જીઆઇડીસીમાં આવેલી સી ટેન્ક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ એટલી ભયાવહ હતી કે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. આ આગને કાબુમાં લેવા ઉમરગામ તથા સરીગામ, દમણ તથા સેલવાસના કુલ 8 જેટલા ફાયર ફાઇટર આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. આ ફાયર ફાઇટરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જીઆઈડીસીમાં આવેલી સી ટેન્ક કંપનીમાં ઇન્કનું ઉત્પાદન થાય છે. શનિવારે સાંજે ધડાકાભેર આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ભયાવહ આગ છતાં ફાયરના કર્મચારીઓએ કંપનીના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.












Click it and Unblock the Notifications
