બાઈકર્સ ગેંગના 4 લોકોને પોલીસે પકડ્યા, અનેક ગુના ઉકલાશે

Subscribe to Oneindia News

વલસાડના વાપીમાંથી પોલીસે બાઈકર્સ ગેંગના ૩ શખ્સોને ઝડપી પાડ્યા છે. રાહદારીઓના હાથમાંથી ચાલુ બાઈકે કિંમતી સામાન ઝુંટવી લેતા બાઈકર્સ ગેંગના ૩ શખ્સોને પોલીસે ઝડપી તેમની પાસેથી ચોરી કરેલા ૧૫ મોબાઈલ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વળી વધુ પૂછપરછમાં બીજા અનેક ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે.

crime

નોંધનીય છે કે વાપીના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં રાહદારી ચાલતા ફોન ઉપર વાત કરતો હતો ત્યારે બાઈક પર આવેલા બે લોકોએ તેના હાથમાંથી મોબાઇલ ઝુટવીને ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ હાથધરી હતી જેમાં પોલીસે કુલ 4 લોકોને ઝડપી પાડ્યા છે. બાઈકર્સ ગેંગ પાસે પોતાની બાઈક ન હતી, તે વાપીમાં રહેતા વિનોદ પાંડે નામનો વ્યક્તિ દ્વારા બાઈક ભાડે મેળવતા હતા. અને પાછળથી ચોરી કરેલા મોબાઈલ સસ્તા ભાવે વેચતા હતા.

આ ધરપકડમાં જે આરોપીઓ પકડાયા છે. તે વાપીની જુદી - જુદી કંપનીઓમાં કામ કરતા હતા. પોતાના મોજ શોખ માટે રૂપિયા પુરા ન પડતા અવળે રસ્તે ચડી ગયા હતા. ત્યારે પોતાની મોજ શોખ માટે શોર્ટકટ મારનાર હાલ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે

English summary
Valsad: Police arrested 4 people of Bikers gang. Read here more on it.
Please Wait while comments are loading...