દારૂડિયાઓ પર પોલીસની તવાઈ, વલસાડમાં 916 નબીરાઓ ઝડપાયા
વલસાડ પોલીસ સતત દારૂડિયાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. હવે પોલીસે મોટી સંખ્યામાં દારૂડિયાઓને જેલ હવાલે કર્યા છે.
વલસાડ : 2022ની વિદાય અને નવા વર્ષના આગમનની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દારૂડિયાઓને લઈને સખ્ત જોવા મળી રહી છે. ગુજરાત પોલીસ સતત છાંટો પાણી કરીને છાગઠા થઈને ફરતા નબીરાઓ પર સખ્ત નજર રાખી રહી છે. પોલીસની ચાંપતી નજર છત્તા પણ દારૂ પીને ફરતા 916 જેટલા નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

ગુજરાતમાં નવા વર્ષે દારૂ પીને ધમાલ કરતા નબીરાઓની સંખ્યા અચાનક વધી જાય છે ત્યારે પોલીસ દારૂબંધીનું પાલન કરાવવા એક્શનમાં છે. આ એક્શન વચ્ચે વલસાડ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નવા વર્ષને લઈને વલસાડ પોલીસે સતત એક્શન લઈને મોટી સંખ્યામાં દારૂડિયાઓને જેલ હવાલે કર્યા છે.
વલસાડ પોલીસ કોઈપણ ભોગે નબીરાઓને બક્ષવાના મુડમાં નથી ત્યારે આ વખતે આગોતરૂ આયોજન કરીને એક્શન કરાઈ રહી છે. પોલીસે વલસાડમાં નબીરાઓને રાખવા માટે મેરેજ હોલ બુક કર્યો છે. ઝડપાયેલા દારૂડિયાઓને અહીં રાખી ખાતિરદારી કરાશે.
વલસાડમાં પોલીસે દારૂડિયાઓ સુધી પહોંચવા માટે વિવિધ પગલા લઈ રહી છે. આ માટે પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા છે. આ ઉપરાંત પોલીસ સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખી રહી છે.












Click it and Unblock the Notifications
