વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો, ધરમપુર-કપરાડા પંથકમાં માવઠું
વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બફારા અને ઉકળાટ બાદ જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે.
ખાસ કરીને ધરમપુર અને કપરાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલો છે.

જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે હવે સાચી ઠરી છે.
જો કે, આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે.
હાલમાં ખેતરોમાં રહેલા પાકને નુકસાન પહોંચી શકે છે, જેના કારણે જિલ્લાના ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં તૈયાર પાકને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
