Vande bharat train : આણંદવાસીઓ માટે ખુશખબર, વંદે ભારત એક્સપ્રેસને આણંદમાં સ્ટોપેજ
Vande bharat train : આણંદના રેલવે મુસાફરો માટે એક સારા સમાચાર આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલ જાહેરાત અનુસાર, મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે આણંદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
આ સુવિધા 23 માર્ચ 2025થી લાગુ પડશે, જેથી આણંદના પ્રવાસીઓ માટે વધુ સરળતા રહેશે. આણંદમાં સ્ટોપેજ મળવાને કારણે ટ્રેનના સમયગાળામાં ફેરફાર થશે.

ટ્રેનના સમયપત્રકમાં ફેરફારો
મુંબઇ સેન્ટ્રલ - ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901)
- આણંદ સ્ટેશન પર સવારે 10:38 કલાકે પહોંચશે અને 10:40 કલાકે પ્રસ્થાન કરશે.
- અન્ય કોઈ સ્ટેશનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવેલ નથી.
ગાંધીનગર કેપિટલ - મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902)
- આણંદ સ્ટેશન પર સાંજે 15:30 કલાકે પહોંચશે અને 15:32 કલાકે પ્રસ્થાન કરશે.
- આ વધારાના હોલ્ટને કારણે અમદાવાદ સ્ટેશન પર હવે ટ્રેન 14:50/15:00 કલાકને બદલે 14:45/14:55 કલાકે પહોંચશે/પ્રસ્થાન કરશે.
- મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર ટ્રેન 20:25 કલાકને બદલે 20:30 કલાકે પહોંચશે.
આ બદલાવને કારણે આણંદવાસીઓ માટે ઝડપી અને આરામદાયક મુસાફરી શક્ય બનશે. મુસાફરો માટે આ એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર




Click it and Unblock the Notifications
