વાપીમાં હર ઘર તિરંગા અભિયાનઃ 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ
વાપીમાં હર ઘર તિરંગા અભિયાનઃ 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ
આઝાદીના અમૃત મહોત્સવને દેશવાસીઓ ઉત્સવ તરીકે મનાવી રહ્યા હોય એમ ઠેર ઠેર દેશ ભક્તિના દર્શન થઈ રહ્યા છે. ત્યારે, વાપી નગરપાલિકા દ્વારા વલસાડ જિલ્લામાં સૌથી ઉંચો 100 ફૂટનો ઉંચો તિંરગો ફરકાવ્યો છે. રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે આ ધ્વજ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ̎̎̎વાપી પાલિકાના ̎'જઝબા તિંરગે' કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજ, સામાજિક સંગઠનો અને પોલીસ દ્વારા ફલેગ માર્ચ કરી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સતત ગુંજતા રહેતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, આઝાદીના સમયે 1947માં જે માહોલ હતો તેના જેવો ભવ્ય માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે. યુક્રેન-રશિયાના યુધ્ધ સમયે જીવ બચાવવા માટે પાકિસ્તાનીઓએ પણ આપણા તિરંગાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આપણો તિરંગો એ આપણી તાકાત અને ગૌરવ છે. હર ઘર તિંરગા અભિયાન થકી આઝાદીનું મહત્વ શું છે અને આઝાદીનો અમૃત મહોત્સવ શું તે આપણે સમજી શકયા છે. 1947માં આઝાદી મળી ત્યારે આપણે ન હતા પરંતુ આજે આ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છે. આજે લહેરાવેલો આ 100 ફૂટનો તિંરગો ભારતની આઝાદી સુધી શાશ્વત રહેશે.
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું કે, જઝબા તિરંગા કા કાર્યક્રમ હેઠળ આજે નાણામંત્રીના હસ્તે 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. વાપીના વિકાસની ગાથા રજૂ કરતો અને આકાશમાં લહેરાતો આ તિંરગો સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.
ધ્વજારોહણ પૂર્વે સૈફી સ્કાઉટ બેન્ડ, વાપી સોશિયલ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ, ફેલોશીપ મિશન સ્કૂલ, વાપી કેમિસ્ટ એન્ડ ડ્રગ્સીસ્ટ એસોસિએશન, અનાવિલ સન્નારી ગૃપ, જૈન સમાજ, ગુરુકૂળ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, કેબીએસ કોર્મસ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપી, રોફેલ કોલેજ, શ્રી વિદ્યા નિકેતન, આગાખાન સ્કાઉટ એન્ડ ગાઈડ બેન્ડ ગૃપ, વાપી, લાયન્સ ઈન્ટરનેશન અને જ્ઞાન સાગર સહિત કુલ 25 સંસ્થાઓ દ્વારા દેશભકિતના ગીતોના સુર સાથે ફલેગ માર્ચ યોજવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
