For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાસણભાઈ આહિરે વારાહીથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો

વાસણભાઈ આહિરે વારાહીથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો

|
Google Oneindia Gujarati News

સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત વર્ગ કલ્યાણ મંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના વારાહી બજાર યાર્ડમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાયો છે. આ યોજનાના કાર્યાન્વયન શરૂ થયાની સાથે જ દિવસ દરમ્યાન સાંતલપુર તાલુકાના 17 ગામોને ખેડૂતોને વિજળી ઉપલબ્ધ થશે.

vasaanbhai ahi

આ અવસરે મંત્રી વાસણભાઈ આહિરે કહ્યું કે બધાને યાદ છે કે પાછલા દિવસોમાં સાંતલપુર તાલુકાની સ્થિતિ બહુ ખરાબ હતી. વીજળી અને પાણી સહિત કેટલીય સમસ્યાઓ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ સંરક્ષણની કલ્યાણકારી યોજનાઓથી પાણીના મુદ્દાને હટાવવાનો નિર્ણય કરી સમસ્યાનું સમાધાન કર્યું. આવી જ રીતે ડાર્ક ઝોનમાં આવતાં ગામમાં નવી રોશની ફેલાવી જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી. રાજ્યના વર્તમાન સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખેડૂતોને રાત્રિ જાગરણથી મુક્ત કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી. વાસણભાઈ આહિરે ખેડૂતોને ભવિષ્યમાં સૌર ઉર્જાના માધ્યમથી વીજળી સંચય કરી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું પણ આહ્વાન કર્યું.

કાર્યક્રમમાં ઉપસ્થિત કંડલા પોર્ટના ટ્રસ્ટી ભરતભાઈ રાજગોરે કહ્યું કે કોઈપણ દેશની પ્રગતિ માટે ગ્રામીણ વ્યવસ્થાને મજબૂત કરવી જરૂરી છે. વર્તમાન સરકાર પણ તે દિશામાં આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ હાલમાં જ કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કર્યા છે. સરકાર હંમેશાથી ખેડૂતોનું હિત ઈચ્છી રહી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ

English summary
Vasanbhai Ahir launched Kisan Suryodaya Yojana from Varahi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X