અંજાર વિધાનસભા સીટ : ભાજપ તરફથી લડશે વાસણભાઈ આહિર
ગુજરાત ભાજપની ઉમેદવારોની પહેલી યાદીમાં કચ્છીની એક બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરાઇ. અંજાર વિધાનસભા બેઠક પરથી ભાજપના વાસણભાઈ આહિર ચૂંટણી લડશે. વાસણભાઈ ગોપાલભાઈ આહિર વિશે વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર થઈ ગયા છે. તેમાં કચ્છની એક અંજાર સીટ પરના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. અંજાર વિધાનસભાની સીટ પરથી વાસણભાઈ ગોપાલભાઈ આહિર 2017ની ચૂંટણી લડશે. વાસણભાઈ આહિરનો જન્મ 30 જુલાઇ 1958ના કચ્છના અંજાર તાલુકાના રતનાલમાં થયો હતો. તેમના સંતાનોની વાત કરીએ તો તેમને ત્રણ પુત્ર અને એક પુત્રી છે. વાસણભાઈ આહિર ગુજરાત સરકારના સામાજિક અને પછાત વર્ગના મંત્રી રહી ચુક્યા છે.

myneta.in અનુસાર વાસણભાઈ ગોપાલભાઈ આહિરે 7માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વાસણભાઈ આહિર ગુજરાત વિધાનસભા માટે અત્યાર સુધીમાં કુલ 4 વખત પંસદ કરવામાં આવ્યા હતા. તેમની કુલ સંપત્તિ 2 કરોડથી પણ વધારે છે. તેમની પર કોઇ પણ પ્રકારનો ગુનો નોંધાયો નથી.












Click it and Unblock the Notifications
