Vav Bypoll Result: NOTAએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો, ભાજપના સ્વરૂપજી ઠાકોરનો વિજય
Vav Bypoll Result: 13 નવેમ્બરે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતની એકમાત્ર વિધાનસભા સીટ વાવ પર પેટાચૂંટણી થઇ હતી. આજે 23 નવેમ્બર 2024ના રોજ વાવ બેઠક પરની મતગણતરી યોજાઈ હતી.
આ મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. સ્વરૂપજી ઠાકોરને 92176 મત મળ્યા છે. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતને 89734 મત મળ્યા છે.
જ્યારે ભાજપના બળવાખોર નેતા અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27195 મત મળ્યા છે. આ બેઠક પર સ્વરૂપજી ઠાકરોની 2442 મતોની લીડ સાથે જીત થઈ છે.

શરૂઆતી ટ્રેન્ડ ભાજપના મોવડી મંડળને દુઃખ પહોંચાડે તેવા હતા. પ્રારંભિક વલણોમાં વાવ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપસિંહ ઠાકોર પાછળ હતા.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર 2024ની વિધાનસભા ચૂંટણી પર વિજયી બન્યા હતા. જે બાદ તેઓએ બનાસકાઠા બેઠક પર લોકસભાની ચૂંટણી લડી અને જીતી હતી. જે કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન ભરીને ભાજપને મોટી માર્જીનથી જીત મળવાને બદલે નજીવી માર્જીનની જીત મળી હતી.
આ સાથે કોંગ્રેસનો ખેલ નોટા એ બગાડ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. વાવ બેઠક માટેની પેટાચૂંટણીમાં 3360 મત નોટામાં પડ્યા છે.
આ બેઠક પર ભાજપની 2442 મતોની લીડથી જીત થઈ છે. જો આ નોટાના મત કોંગ્રેસને મળ્યા હોત તો કોંગ્રેસની જીત થઈ શકી હોત.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
