ટાટા બનાવશે 20 GW લિથિયમ આયર્ન બેટરી પ્લાન્ટ, સેમિકન્ડક્ટર FAB
VGGS 2024: ટાટા ગ્રુપ 20 GW લિથિયમ આયર્ન બેટરી ઉત્પાદનની ગીગા ફેક્ટરી બનાવવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. એન ચંદ્રશેખરને આજે અહીં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતા જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થઈ જવું જોઈએ.
એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા જૂથે પ્રતિબદ્ધતા દર્શાવી છે અને ગુજરાતમાં ધોલેરામાં વિશાળ સેમિકન્ડક્ટર એફએબીની જાહેરાત પૂર્ણ કરવાની આરે છે. અમે આ વાટાઘાટો પૂર્ણ કરવાના છીએ અને 2024 માં શરૂ કરવાના છીએ.

એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા ગુજરાતમાં શરૂઆતમાં વડોદરા અને પછી ધોલેરામાં C295 સંરક્ષણ એરક્રાફ્ટ પણ બનાવી રહ્યું છે. જેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા જૂથ ભારત સરકાર, ગુજરાત સરકાર અને ઇન્સ્ટિટ્યુટ ઑફ સ્કિલ્સની ભાગીદારીમાં એક તાલીમ કેન્દ્ર પણ બનાવી રહ્યું છે, જે દર વર્ષે 25,000 થી વધુ વ્યાવસાયિકોને તાલીમ આપશે, મુખ્યત્વે અદ્યતન ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ અને હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કો માર્ચ 2024 માં શરૂ કરવામાં આવશે. ટાટા જૂથ ગુજરાતને વ્યવસાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ તરીકે જુએ છે.
Gujarat Clearly has established itself as the Gateway to the future : Shri N. Chandrasekaran, Chairman, Tata Sons Ltd#VGGS2024 #VibrantGujaratGlobalSummit pic.twitter.com/nlWhQezLZJ
— Gujarat Information (@InfoGujarat) January 10, 2024












Click it and Unblock the Notifications
