For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીજીઆઈઆઈએસ : મોદીનો વિશ્રંભ કે ભ્રમ?

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ. હજુ થોડાંક જ દિવસ અગાઉ એક ભારતીય રાજનેતાએ ગૂગલ હૅંગઆઉટ કાર્યક્રમ દ્વારા સમગ્ર વિશ્વના લોકો સાથે સંવાદ કર્યો. હવે આપ સમજી જ ગયાં હશો કે તેઓ કોણ હતાં. જી હા. તેઓ હતાં ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. સામાન્ય રીતે મોદી એવા કાર્યો કરવાનું પસંદ કરે છે કે જેની પહેલાં ‘એક માત્ર' કે ‘પ્રથમ વાર' જેવા શબ્દો લાગે. કાં તો તેઓ પોતે આવા શબ્દોની આગળ ચાલે છે કાં પછી તેમના કાર્યો એવાં હોય છે કે ટેકેદારો અને વિરોધીઓને તો જવા દો, તટસ્થોએ પણ તે કાર્ય પહેલાં આવા શબ્દોનો ઉપયોગ કરવા વિવશ થઈ જવું પડે છે. આ હૅંગઆઉટ કાર્યક્રમ પણ કોઈ પણ ભારતીય રાજનેતા દ્વારા કરવામાં આવેલ પ્રથમ કાર્યક્રમ હતું. આ જ હૅંગઆઉટ કાર્યક્રમમાં મોદીએ જાપાનના એક પ્રવાસી ભારતીયને જાન્યુઆરી-2013માં ગુજરાત આવવાનું આમંત્રણ આપી દીધું. આ આમંત્રણ ‘એક માત્ર' કે ‘પ્રથમ વાર' શબ્દો કરતાં પણ વધુ આશ્ચર્યજનક હતો.

Vgiis Logo Modi Gujarat Map

હકીકતમાં ગુજરાતમાં એક બાજુ વિધાનસભાની ચુંટણી 1012ના નગારા વાગી ચુક્યાં છે. ચારે બાજુ ચુંટણીનો માહોલ છે. વાયદાઓ ખિલ્યાં છે. ભાષણોનો શોર છે. જોકે હજુ આ શોર ઉગ્ર નથી થયો. કોઈ યાત્રા કાઢી રહ્યું છે, તો કોઈ ઘર વહેંચી રહ્યું છે, તો કોઈ ગુજરાતમાં પોતાની જગ્યા બનાવવા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી જોર લગાવવાના પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ આ તમામ હોબાળા વચ્ચે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર એક એવા સમારંભની તૈયારીઓમાં વ્યસ્ત છે કે જેનો ભાવી હજુ નક્કી થવાનું બાકી છે.

હા જી. અમે વાત કરી રહ્યાં છે વાઇબ્રંટ ગુજરાત આંતર્રાષ્ટ્રીય રોકાણકાર સમ્મેલન (વીજીઆઈઆઈએસ) અંગે. મોદીએ આ જાપાનના આ પ્રવાસી ભારતીયને આ જ સમ્મેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું. હવે વિરોધાભાસ જુઓ. આ સમ્મેલન થવાનું છે 11મીથી 13મી જાન્યુઆરી, 2013 દરમિયાન. તેના સ્વપ્નદૃષ્ટા અને આરંભકર્તા છે વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને એ પણ સૌ જાણે છે કે મોદી આ આરંભને જાળવી રાખી શકશે કે કેમ, તેનો નિર્ણય ગુજરાતની પ્રજા 20 ડિસેમ્બર, 2012ના રોજ સંભળાવવાની છે. હવે બતાવો કે જે મોદીની સત્તાનો ફેંસલો 20મી ડિસેમ્બર, 2012ના રોજ થવાનો છે, તે મોદી અને તેમનું વહિવવટી તંત્ર 2013માં યોજાનાર વીજીઆઈઆઈએસની તૈયારીઓ ઑગસ્ટ-2012થી કરી રહ્યાં છે.

હવે આપ જ નક્કી કરો કે આને મોદીનો વિશ્રંભ કહેવાય કે ભ્રમ. વિશ્રંભનો અર્થ છે આત્મવિશ્વાસ અને ભ્રમનો અર્થ તો સૌ જાણે જ છે.

જો વીજીઆઈઆઈએસની તૈયારીઓ ઑગસ્ટ-2012થી જ શરૂ કરી દેવામાં આવી છે, તો પછી મોદીના વિશ્રંભને દાદ આપવી પડે. એક તરફ સમગ્ર દેશ ગુજરાતની ચુંટણીઓ ઉપર નજર માંડીને બેઠો છે. 22 વર્ષોથી સત્તાથી દૂર કોંગ્રેસ જ્યાં આ વખતે પૂરી તાકાત લગાવી રહી છે, તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પોતાના રાજકીય જીવનની સંભવતઃ છેલ્લી બાજી રમી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા માટે પણ ગુજરાતની ચુંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, કારણ કે કોંગ્રેસ હાઈકમાંડે તેમને ગુજરાત ચુંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ બનાવ્યાં છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતની ચુંટણી મહત્વની છે, કારણ કે જ્યાં એક બાજુ કોંગ્રેસ જાણે છે કે જો મોદી વિજયી થાય, તો તેઓ ગુજરાતમાંથી નિકળી તેના માટે રાષ્ટ્રીય પડકાર બનશે, તો બીજી બાજુ ભાજપમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી જેવા ઘણાં નેતાઓ માટે મોદી પડકાર બની શકે છે. ત્રીજું એ કે કોંગ્રેસ-ભાજપ ઉપરાંત જે પક્ષો અને નેતાઓ છે જેમાં નીતિશ કુમાર સૌથી મુખ્ય છે તેમની પણ ચાહત એ જ છે કે મોદીને ગુજરાતમાં જ રોકી દેવામાં આવે.

એક બાજુ વડાપ્રધાન પદની દાવેદારી અને બીજી બાજુ ગુજરાતની ચુંટણીઓનો પડકાર. આટલા હોબાળા વચ્ચે પણ જો મોદી અને તેમનું વહિવટી તંત્ર વીજીઆઈઆઈએસની તૈયારીઓમાં લાગેલ છે તો પછી મોદીનો વિશ્રંભ પ્રણામ કરવાં યોગ્ય જ કહેવાય. આ તમામ પડકારો વચ્ચે પણ મોદીને આત્મવિશ્વાસ છે કે 13મી અને 17મી ડિસેમ્બરે થનાર મતદાનમાં ગુજરાતની પ્રજા તેમના જ નામે મહોર લગાવશે અને 20મી ડિસેમ્બરે મત ગણતરી બાદ વિજય તેમનો જ થશે.

આ જ કારણ છે કે ઑગસ્ટ-2012થી શરૂ કરાયેલ વીજીઆઈઆઈએસની તૈયારીઓનું જાન્યુઆરી-2013 સુધીનું આખું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ઑક્ટોબરમાં વીજીઆઈઆઈએસ હેઠળ ઘણાં કાર્યક્રમો થવાનાં છે, તો નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ સમ્મેલનો-સમિટો-સેમિનારોનો સિલલસિલો ચાલું જ રહેવાનો છે. આમા ચુંટણી આચાર સંહિતાનો પણ શક્ય તેટલો ખ્યાલ રાખવામાં આવ્યો હશે, કારણ કે મોદી જાણે છે કે આચાર સંહિતા દરમિયાન સરકારી ઉદ્ઘાટનો અને સમારંભો તેમજ જાહેરાતો ઉપર પ્રતિબંધ મુકાઈ જાય છે. આમ છતાં મોદી સરકાર આચાર સંહિતાથી બચી સતત વીજીઆઈઆઈએસની તૈયારીઓમાં વ્યસ્ત છે.

હવે જોવું એ રહ્યું કે મોદીનો આ વિશ્રંભ સાર્થક સિદ્ધ થાય છે કે પછી ભ્રમ. ફેંસલો 20મી ડિસેમ્બર, 2012ના રોજે થઈ જ જશે. જો ભ્રમ સાબિત થાય, તો પછી નવી સરકારની શક્યતાઓમાં કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી કે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોના નામોનો પણ સમાવેશ થશે. જો કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળે કે તેના નેતૃત્વ હેઠળ કોઈ પણ પ્રકારની મિશ્ર સરકાર બને, તો અત્યાર સુધીના તેના નેતાઓના ભાષણોથી સ્પષ્ટ છે કે વીજીઆઈઆઈએસનું આયોજન ખોરંભે જ પડશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi and his government busy in preperation of VGIIS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X