For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત 2022: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે ઉભા કરી અપાશે રોજગારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી છે. તેમણે મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવા, અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો-અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી છે. તેમણે મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવા, અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ, PI ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલ, JCBના CEO દીપક શેટ્ટી, અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ, DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્મા તેમજ ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી, જેમાં અવાડા એનર્જીએ ગુજરાતમાં એનર્જી સેક્ટરમાં 20 હજાર કરોડનું રોકાણ કરવા તૈયારી દર્શાવી હતી.

Vibrant Gujarat

મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

જ્યારે ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં તેમણે ગુજરાતમાં 750 હોટલ સાથે સંકળાયેલા છે અને સાડાસાત હજાર લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે, એની વિગતો ભૂપેન્દ્ર પટેલને આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે અને અન્ય સ્થળોએ પણ તેમના ગ્રુપ દ્વારા સહભાગિતા થકી વધુ રોજગાર અવસર ગુજરાતમાં પૂરા પાડવા તેઓ પ્રયાસરત છે. PI ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલે આ બેઠકમાં કહ્યું હતું કે પી.આઇ ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની છે અને ગુજરાતમાં પાનોલી જંબુસરમાં પોતાના અતિઆધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે. આ બેઠકમાં તેમણે આગામી વાઈબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે તેમણે પણ તત્પરતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે.સી.બીના CEO દીપક શેટ્ટી સાથે થયેલી બેઠકમાં દીપક શેટ્ટીએ ગુજરાતમાં હાલોલ ખાતે 650 કરોડના રોકાણ સાથે 1100 લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022 સુધીમાં શરૂ કરવાનું આયોજન વ્યક્ત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ આગામી વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા તેમને પણ આમંત્રણ આપ્યું હતું. જ્યારે અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલે કહ્યું હતું કે અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓન ઈન સર્વિસ પ્લેટફોર્મ છે. દેશનાં 50 શહેર અને ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અને ગાંધીનગરમાં તેમની કંપની સેવાઓ આપે છે.

English summary
Vibrant Gujarat 2022: Employment will be provided by setting up a home stay at the Statue of Unity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X