VGGS 2024: 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં સર્ક્યુલર ઇકોનોમી સેમીનાર યોજાશે

Vibrant Gujarat Global Summit 2024: શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના મુખ્ય સચિવ અશ્વિન કુમારે જણાવ્યું હતું કે, ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિનાર હોલ 2માં સર્ક્યુલર ઇકોનોમીના માધ્યમથી અવસર: અપશિષ્ટ જળનું પુનઃચક્રણ અને અપશિષ્ટથી ઉર્જા વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવશે.

બુધવારના રોજ સચિવ અશ્વિન કુમારે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે, સેમિનારમાં બે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવશે.

Vibrant Gujarat Global Summit 2024

સચિવ અશ્વિન કુમારે જણાવ્યું હતું કે, એલિવેટિંગ સર્ક્યુલર સોલ્યુશન્સ: સ્કેલિંગ અપ વેસ્ટવોટર રિયુઝ થ્રુ અવેરનેસ, ઇનોવેશન એન્ડ ફંડિંગ પરની પેનલ ચર્ચા વિશ્વ બેંક અને CEPT યુનિવર્સિટી જેવી અગ્રણી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા નિષ્ણાતોની તકનીકી પ્રસ્તુતિઓ સાથે શરૂ થશે. તેનું સંચાલન દેબાશીષ બિસ્વાસ (પાર્ટનર, ડેલોઈટ) દ્વારા કરવામાં આવશે.

બીજી પેનલ ચર્ચા એમ્પાવરિંગ ધ સર્ક્યુલર ઇકોનોમી: પોલિસી ઇન્ટરવેન્શન્સ એન્ડ ઇનોવેટિવ સોલ્યુશન્સ દ્વારા કચરાને ઊર્જામાં પરિવર્તિત કરવી થીમ પર હશે. NIUA અને ગુજરાત સરકારના નિષ્ણાતો દ્વારા દરેક 5 મિનિટની બે તકનીકી પ્રસ્તુતિઓ સાથે પેનલ ચર્ચા શરૂ થશે.

આ પેનલ ચર્ચા નીતિગત હસ્તક્ષેપો અને નવીન ઉકેલો દ્વારા કચરાને ઊર્જામાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તે ડૉ. સુનિલ પાંડે, ડિરેક્ટર અને વરિષ્ઠ ફેલો, TERI દ્વારા સંચાલિત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X