વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 - CMએ મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
Vibrant Gujarat Global Summit 2024 -

આ વન-ટુ-વન મુલાકાત બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રીએ P એન્ડ Gના એમડી એલ.વી. વૈદ્યનાથન સાથે મુલાકાત કરી હતી. વૈદ્યનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કંપની વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે, P એન્ડ G ની સ્થાપના 180 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.
હાલમાં વિક્સ, એરિયલ, ટાઇડ, વ્હિસ્પર, ઓલે, જિલેટ, અંબીપુર, પેમ્પર્સ, પેન્ટેન, ઓરલ-બી હર્બલ એસેન્સ, હેડ એન્ડ શોલ્ડર્સ, બ્રૌન અને ઓલ્ડ સ્પાઈસ સહિતની વિશ્વસનીય, ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ સાથે માર્કેટમાં મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે. આ તમામ ઉત્પાદનો મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ, 95 ટકાથી વધુ ઉત્પાદન સ્થાનિક રીતે કરવામાં આવે છે.
P એન્ડ Gનો 2015 થી અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે, તેની પણ ચર્ચા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી હતી. મુખ્યમંત્રીએ તેમને વાયબ્રન્ટ 2024માં જોડાવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.












Click it and Unblock the Notifications
