• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાઇબ્રન્ટ ગુજરાત : 'ઇન્વેસ્ટર્સ સમિટ'થી 'ગ્લોબલ બિઝનેસ હબ' સુધીની યાત્રા

By Bhumishi
|
vibrant-gujarat-2013
ગાંધીનગર, 5 જાન્યુઆરી : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા બિઝનેસ સંમેલન તરીકે પ્રચારિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ની શરૂઆત ગુજરાત સરકારના એક નાનકડા પ્રયાસથી થઇ હતી. રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાની અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટની યાત્રા પણ રસપ્રદ છે.

આ યાત્રામાં અનેક અવરોધો આવ્યા હતા. આ અંગેનું એક ઉદાહરણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના પોતાના ભાષણમાં આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે "વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2009 યોજવાની હતી. સતત ચોથા વર્ષે અગાઉ કરતા વધારે મોટી સમિટ યોજવાની ઇચ્છા હતા. પણ તે વર્ષની વૈશ્વિક મંદીને જોતા સરકારી અધિકારીઓએ એક તબક્કે સમિટ નિષ્ફળ જવાના ભયે આયોજન રદ કરવાનું સૂચન મને કર્યું હતું. મેં પરિણામ જે આવે પણ સાહસ કરવામાં પાછીપાની નહીં કરવાનો નિર્ણય લીધો. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2009 યોજાઇ અને અમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો."

આ વર્ષે દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટનું છઠ્ઠું આયોજન છે. વિશ્વભરમાંથી ડેલિગેટ્સ આવશે. હજારો કરોડોના એમઓયુ સાઇન થશે. સમિટનો વિકાસ કેવી રીતે થયો તે જાણવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2003

ટાગોર હોલમાં માત્ર 3000 ચોરસ મીટરની જગ્યામાં આયોજન થયું હતું. 14 ક્ષેત્રોમાં 80 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 66,068 કરોડ હતી. ત્યારે સમિટનો પ્રચાર 'ગુજરાત એઝ એ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન' તરીકે કરવામાં આવ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2005

આ સમિટમાં 12 સેક્ટરમાં 227 પ્રોજેક્ટ્સ માટે 226 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 1,06,160 કરોડ હતી. ત્યારે સમિટનો પ્રચાર 'ગુજરાત એઝ એ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન' તરીકે કરવામાં આવ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2007

આ સમિટથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશી સહભાગીતાને પણ સ્વીકારવામાં આવી હતી. અમદાવાદ પાસે સાયન્સ સિટીમાં યોજવામાં આવેલી સમિટમાં 12 સેક્ટરમાં 343 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 4,61,835 કરોડ હતી. આ સમિટમાં મહાત્મા ગાંધીની જીવન પર એક ખાસ એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું હતું. ત્યારે સમિટનો પ્રચાર 'ગુજરાત એઝ એ ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા' તરીકે કરવામાં આવ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2009

વિદેશી સહભાગીતા સાથે યોજાયેલી સમિટમાં 32 સેક્ટરમાં 3574 પ્રોજેક્ટ્સ માટે 3346 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 12,34,898 કરોડ હતી. ત્યારે સમિટનો પ્રચાર 'ગુજરાત એઝ એ ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા' તરીકે કરવામાં આવ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2011

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી સમિટ વિદેશી સહભાગીતા સાથે હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વૈશ્વિક બની હતી. અહીં માત્ર વિદેશી પ્રતિનિધિઓ માત્ર રોકાણના ઉદ્દેશ્યથી નહીં પણ બિઝનેસના હેતુથી આવવા લાગ્યા. 35,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલી સમિટમાં 101 દેશોએ ભાગ લીધો હતો. જેમાં 1400 વિદેશી અને 35,000 જેટલા દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમિટમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે પ્રથમવાર એમઓયુ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઇવેન્ટની 10 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. આ સમિટમાં 33 ઉપરાંતના સેક્ટરમાં 8380 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 20,83,000 કરોડ એટલે કે અંદાજે $ 450 બિલિયન હતી. ત્યારે સમિટનો પ્રચાર 'ગુજરાત એઝ એ ગ્લોબલ બિઝનેસ હબ' તરીકે કરવામાં આવ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013

સતત છઠ્ઠી સમિટ 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાવાની છે. જેમાં નવા બિઝનેસ એસોસિએશન સહયોગી બન્યા છે. અગાઉ ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. હવે યુવાનોને જ્ઞાન મળે અને બિઝનેસ ટુ બિઝનેસ થઇ શકે તે માટે યોજવામાં આવી રહ્યો છે. આ વખતે સમગ્ર ધ્યાન ચાર બાબતો ઇનોવેશન, સસ્ટેનિબિલિટી, યુથ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ અને નોલેજ સેક્ટર શેરિંગ એન્ડ નેટવર્કિંગ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 56 દેશોના 202 પ્રતિનિધિઓ તેમાં ભાગ લેવાના છે. આ સમિટનો પ્રચાર 'ગુજરાત એઝ એ ગ્લોબલ બિઝનેસ હબ' તરીકે કરવામાં આવ્યો છે.

English summary
Vibrant Gujarat : journey from 'investors’ summit' to 'global business hub'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more