વૈકંયા નાયડુએ જણાવ્યું ગુજરાતને શું ફાયદો મળશે

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આજે બીજો દિવસ છે. જેમાં કેન્દ્રીય શહેર વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધિત કરતા વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે તે જ્યારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાત તે અનોખી સ્ફૂર્તિ અનુભવે છે. જે ગુજરાતના લોકોના ઠસી ઠસીને ભરી છે.

naidu

વેંકૈયા નાયડુએ તેમના આ સંબોધનમાં ગુજરાતની સ્માર્ટ સિટી અને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પર અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. ત્યારે વેંકૈયા નાયડુ મુજબ ગુજરાતને આવનારા સમયમાં શહેરી વિકાસ યોજનાઓ દ્વારા કેવા કેવા ફાયદા મળશે તે અંગે વિગતવાર વાંચો અહીં...

Read also: ગુજરાત એક બાજુ વાઇબ્રન્ટ, તો બીજી બાજુ ખેડૂતો, લોકોની હાલાકી

અમદાવાદ મેટ્રો રેલ
વેંકૈયા નાયડુ જણાવ્યું કે અમદાવાદનો મહત્વકાંક્ષી મેટ્રોરેલ પ્રોજેક્ટ માર્ચ 2018 સુધીમાં પૂર્ણ થઇ જશે. આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે માટે કેન્દ્ર સરકારે 800 કરોડ રૂપિયા પણ રિલિઝ કર્યા છે. જે બાદ માર્ચ 2018 સુધીમાં તેનો પ્રથમ તબક્કો બનીને તૈયાર થઇ જશે.

Read also:  વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના તસવીરો જુઓ અહીં.

ગુજરાતના વખાણ
ગુજરાત રાજ્યના વખાણ કરતા વેંકૈયા નાયડુએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય ઇકોનોમિક એક્સપ્રેસ હાઇ વે ઓફ ઇન્ડિયા બની રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત વિકાસના મોડેલના પણ વખાણ કર્યા.


સ્માર્ટ સિટી
સ્માર્ટ સિટી જેમાં અમદાવાદ, સુરત જેવા શહેરોનો સમાવેશ થયો છે તે માટે પણ આ સેમિનારમાં વિવિધ કરાર કરવામાં આવ્યા. કેનેડા અને ડેન્માર્ક જેવા દેશોએ સ્માર્ટ સીટી સાથે જોડાઇ ઇન્ફાસ્ટ્રક્ચરમાં ભારતની મદદ કરવાની પહેલ કરી હતી. અને આ અંગે રોકણ પણ કર્યું હતું. વેંકૈયા નાયડુ જણાવ્યું કે સ્માર્ટ સીટી અંતર્ગત અફોર્ડેબલ હાઉસિંગ જેવી અનેક સુવિધાઓ માટે કરાર કરવામાં આવ્યા છે.

English summary
Vibrant Gujarat: Read here what venkaiah naidu said about Gujarat.
Please Wait while comments are loading...