વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ને મળ્યું US - UKનું સમર્થન

યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના પોર્ટલ પર જણાવ્યા અનુસાર કાઉન્સિલના સભ્યો ઇચ્છે છે કે ગુજરાતને ભારતના ગ્લોબલ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કરવામાં આવે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ અમેરિકન બિઝનેસ માટે ગુજરાત સૌથી આકર્ષક બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બનેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આફ્રિકાના દેશો, ઓસ્ટ્રેલિયા, બહેરિન, થાઇલેન્ડ, રશિયા, નેધરલેન્ડ અને બેલ્જિયમ સહિતના દેશો ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત ભારતમાંથી કર્ણાટકે પોતાના રાજ્યમાં રોકાણની તકોને દર્શાવવા માટે સેમિનારમાં ભાગ લીધો છે.
આ ઇવેન્ટમાં યુવાનો, કુશળતાનો વિકાસ, જ્ઞાનની વહેંચણી વગેરે મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે મોટા રોકાણની તકો અંગે પણ સૌનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
જાપાને કેન્દ્ર સરકાર સાથે કરેલા 19 પ્રોજેક્ટના કરાર પૈકી 7 ગુજરાતમાં પ્રસ્તાવિત છે. જાપાન દ્વારા આ માટે દહેજ અને સાણંદ એમ બે શહેરોને પ્રાથમિકતા આપી છે. ભારતમાં 6 શહેરોમાંથી પસાર થઇ રહેલા 1500 કિમીના દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની પ્રોજેક્ટ કોસ્ટ અંદાજે 90 બિલિયન અમેરિકન ડૉલર છે. તેમાંથી 30 બિલિયન ડૉલર ગુજરાતમાં રોકાય એવી સંભાવના છે. 1500 કિમીના કોરિડૉરમાંથી 564 કિમી એટલે કે અંદાજે 38 ટકા ભાગ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગુજરાત પાસે દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. જેમાં દેશના ઇન્ડિયન પોર્ટનો 40 ટકા ટ્રાફિક 2020 સુધીમાં ગુજરાતને મળશે એવી ધારણા છે.












Click it and Unblock the Notifications
