For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: ગુજરાતના હાઇવે પર દેખાયો મગર, કાબુ કરતા થાકી રેસ્ક્યુ ટીમ

ગુજરાતના કોડીનારમાં તળાવમાંથી નીકળી મગરમચ્છોનું સાર્વજનિક જગ્યા પર આવાગમન છેલ્લા એક મહિનામાં ખુબ વધી ગયું છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના કોડીનારમાં તળાવમાંથી નીકળી મગરમચ્છોનું સાર્વજનિક જગ્યા પર આવાગમન છેલ્લા એક મહિનામાં ખુબ વધી ગયું છે. કુંડોમાં પાણીની ઊણપને કારણે અને ખુબ ગરમીના કારણે મગર રસ્તા પર આવી જાય છે. કેટલાક સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પણ ઘુસી જાય છે. અહીં, મહિનામાં રેસ્ક્યુ ટિમ દ્વારા 7 મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બુધવારે ફરીથી એક મગર હાઇવે પર આવી ગયો. તેને જોઈને, ત્યાંથી પસાર થતાં લોકો આશ્ચર્ય પામ્યા, અને સાથે ચાલકોમાં ખલબલી મચી ગઈ.

10 ફુટના મગરને કાબૂ કરવામાં 8 કામદારોના છૂટ્યા પરસેવા

10 ફુટના મગરને કાબૂ કરવામાં 8 કામદારોના છૂટ્યા પરસેવા

માહિતી પર ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમએ મગરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બચાવ ટુકડીના સભ્યોને જોતા, મગર ત્યાંથી ભાગવા લાગ્યો. તે વૃક્ષો અને છોડની ધાર પર છૂપાવા લાગ્યો. ઘણી મુશ્કેલીઓ પછી રેસ્ક્યૂ ટીમના સભ્યો તેને પકડી શક્યા. રેસ્ક્યૂ ટીમના સભ્યોની સંખ્યા 8 હતી અને તેઓ જામવાલા અને કોડિનાર જંગલમાંથી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે આ કદાવર મગરની લંબાઇ 10 ફુટથી વધુ હશે.

કોઈ પકડી ના શકે તેથી તે શેરડીના ખેતરમાં ઘુસી ગયો

કોઈ પકડી ના શકે તેથી તે શેરડીના ખેતરમાં ઘુસી ગયો

અગાઉ ઇંચવડ ગામમાં પણ, ત્રણ ફુટ લાંબો મગર ખેડૂતના ઘરમાં ઘુસી ગયો હતો. જેને પકડવામાં પણ વનકર્મીઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે હાલમાં જ જે મગર પકડાયો છે, તે રેસ્ક્યુ ટિમ પર ભારે પડી ગયો હતો. તે પાણીથી ભરેલા શેરડીના ખેતરમાં ઘુસી ગયો હતો.

ચિત્તા અને મગરોના કારણે માનવ વસવાટમાં ગભરાટ

ચિત્તા અને મગરોના કારણે માનવ વસવાટમાં ગભરાટ

સ્થાનિક લોકો ફરિયાદ કરે છે કે વન વિભાગ મગર અને ચિત્તા જેવા ભયંકર પ્રાણીઓથી માનવ વસવાટનું રક્ષણ કરવામાં સક્ષમ નથી. ગીરસોમનાથ પ્રદેશમાં ચિત્તા અને મગરોના ઘૂસવાની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે. લોકો તેમના કારણે ગભરાહટમાં જીવે છે.

English summary
Rajkot: A 10-foot-long crocodile was rescued by forest officials from Kodinar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X