વીડિયો: જ્યારે સુરત તરફ જતી ટ્રેનમાંથી નકળી આગન જ્વાલા

Posted By:
Subscribe to Oneindia News

સુરત પાસે કિમ-કોસંબા વચ્ચે ગુડ્સ ટ્રેનના એજન્જિમાં ભીષણ આગ લાગતા ટ્રેન નદીના પુલ પાસે જઇને ઊભી રહી ગઇ હતી. સોમવારે વહેલી સવારે સુરત પાસે બનેલી આ ઘટનામાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગ્રેડની ચાર ગાડીઓને રવાના કરવામાં આવી છે. જો કે ટ્રેન પુલ પર હોવાથી ફાયર બ્રિગ્રેડને આજ ઓલવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

train fire

ત્યારે બળતી ટ્રેનને જોવા માટે પુલ પાસે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જો કે આ એક માલગાડી હોવાથી હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી. નોંધનીય છે કે કન્ટેનરોથી ભરેલી આ માલગાડી અમદાવાદથી મુંબઇ તરફ જઇ રહી હતી. દરમિયાન જ એન્જિનમાં આગ લાગી હતી. જેમાં કારણે સવારે અમદાવાદ મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનોનો વાહન વહેવાર ખોરવાયો હતો.

English summary
Video: Goods Train on fire near Surat.
Please Wait while comments are loading...