Video : તાજ હોટલનો તે વીડિયો જેમાં હાર્દિકને રાહુલ છે સાથ-સાથ

અમદાવાદની તાજ હોટલનો તે વીડિયો જેમાં દેખાઇ રહ્યું છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ જ રૂમમાંથી બહાર આવતા દેખાઇ રહ્યા છે. જે બતાવે છે કે સંભાવના છે કે રાહુલ અને હાર્દિક મળ્યા હતા.

હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી અમદાવાદની તાજ હોટલમાં મળ્યા હતા. તે મામલે જ્યાં હજી પણ વિવાદ ચાલી રહ્યો છે અને હાર્દિકે આ મામલે પ્રાઇવસી ભંગ હેઠળ એફઆઇઆર દાખલ કરવાની પણ વાત કરી છે ત્યાં જ ગુજરાતી વનઇન્ડિયાના રિપોર્ટરના હાથે આ વીડિયો બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક ભલે એ વાતને કબૂલી ના રહ્યો હોય કે તે રાહુલ ગાંધીને મળ્યો જ નથી પરંતુ આ સીસીટીવી ફુટેજ આવ્યા છે જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની હોટેલ તાજના રૂમ નંબર 224માં મુલાકાત થઇ હોય.

hardik patel cctv

આ સીસીટીવી 23 તારીખના છે જેમાં 12 વાગ્યાને 06 મિનિટ અને 59 સેકન્ડ પર હાર્દિક હોટલ તાજના કોરિડોરમાં આવે છે. અને સીધો જ આવતાના સાથે હાર્દિક પટેલ રૂમ નંબર 224 માં જતો રહે છે. અને લગભગ એક કલાક સુધી રાહુલ ગાંધીની રાહ જોવે છે. લગભગ 01 વાગ્યાને 02 મિનિટે રાહુલ ગાંધી હોટલના કોરિડોરમાં દેખાય છે, અને તે પોતે પણ રૂમ નંબર 224 જતા રહે છે. જ્યાં હાર્દિક પટેલ અગાઉ થીજ હાજર રહેલ છે.

આ વીડિયોની યૂટ્યૂબ લિંક

હોટલ ના આજ રૂમ નંબર 224 માંથી હાર્દિક પટેલ 01 વાગ્યા ને 56 મિનીટ પર હાર્દિક હોટલ માંથી બહાર આવે છે. એટલે લગભગ હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી વચ્ચે 54 મિનિટ જેટલી વાત-ચીત ચાલે છે. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમેત અનેક પાટીદાર નેતાઓ જેમ કે રેશ્મા પટેલ હાર્દિકની આ મુલાકાત અંગે સવાલો પૂછી રહ્યા છે. જો કે હાર્દિક પટેલ તેના વલણ પર સ્પષ્ટ છે કે તેને રાહુલ ગાંધી સાથે મુલાકાત નથી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X