For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ગુજરાતની હોસ્પિટલમાં લોકોને બાચકા ભરવા લાગ્યો યુવક

ગુજરાતમાં ભુજના અદાણી જી.કે. હોસ્પિટલમાં એક અજીબ ઘટના થઇ. અહીં એક દર્દી જમીન પર બંને પગ અને હાથ મૂકીને દોડવા લાગ્યો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ભુજના અદાણી જી.કે. હોસ્પિટલમાં એક અજીબ ઘટના થઇ. અહીં એક દર્દી જમીન પર બંને પગ અને હાથ મૂકીને દોડવા લાગ્યો. તેણે લોકોને કરડવાનું શરૂ કર્યું. તેને જોઈ બીજા દર્દીઓ ડરી ગયા. જેવું જ કેટલાક લોકોએ કહ્યું કે તેના પર હડકવાનો હુમલો થયો છે, ત્યાં ગભરાટ ફેલાઈ અને ભાગદોડ થઇ ગઈ. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક માણસને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવે છે, પરંતુ તે નીચે કૂદી જાય છે અને કરડવા દોડે છે.

બધા આમતેમ બચીને ભાગવા લાગ્યા

બધા આમતેમ બચીને ભાગવા લાગ્યા

યુવકને ચાર પગથી દોડતો જોઇ કેટલાક લોકોએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેણે કરડવાનું શરૂ કર્યું ત્યારે તેને છોડીને ભાગ્યા. તથા તે યુવક સાથે આવેલા તેના સંબંધીઓમાં ડર ફેલાયો હતો. બધા આમતેમ બચીને બહાર આવવા લાગ્યા. તે યુવકના ઘણા પરિવારજનોએ કહ્યું કે તેને હડકવા નથી, પરંતુ તે માનસિક બિમારીથી પીડિત છે. આવામાં, તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

'રેબીજ નહીં પરંતુ હિસ્ટીરિયા થયો'

'રેબીજ નહીં પરંતુ હિસ્ટીરિયા થયો'

જી.કે જનરલ હોસ્પિટલના ડોક્ટર શાર્દુલ ચૌરસિયાનું કહેવું છે કે દર્દીને રેબીજ નહીં પરંતુ હિસ્ટરીયા થયો છે. બંનેના કેટલાક લક્ષણો સમાન છે. હિસ્ટીરિયાના દર્દી મોં માંથી લાળ ટપકાવે છે અને ગુસ્સામાં આવીને લોકોને કરડવા દોડે છે. આટલું જ નહીં, તે કોઈ પણ કામ તેની ઈચ્છા પ્રમાણે કરે છે.

રેબીજનાં દર્દી શું કરે છે?

રેબીજનાં દર્દી શું કરે છે?

રેબીજનો દર્દી પાણી અને પ્રકાશ જોઈને આક્રોશિત થઈ જાય છે, પરંતુ આ દર્દીએ પોતે જ પાણી પીધું હતું અને રાત્રે રાતના પ્રકાશમાં પણ સ્વસ્થ દેખાતો હતો.

English summary
Video:in Gujarat a man behavior like animal and try to bite other people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X