For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM રૂપાણીના પ્રચારમાં આટલી જ ભીડ? વાયરલ વીડિયો બન્યો વિવાદ

વિજય રૂપાણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમની પાછળ ખૂબ જ ઓછી ભીડ દેખાઇ રહી છે. તમે પણ જુઓ આ વીડિયો અહીં.

|
Google Oneindia Gujarati News

સોશ્યલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાજકોટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યા હતા ત્યારે તેમની પાછળ 20 થી 25 લોકોનો જ કાફલો નજરે પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમની તેમની બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અને આ માટે તે વિવિધ મંદિરો દર્શન કરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ સમયે રૂપાણીએ વચ્ચે સ્કૂટરની સવારી માણી હતી. અને આ રીતે અલગ રીતે પ્રચાર કર્યો હતો. નોંધનીય છે કે જ્યારે રૂપાણી ઘરેથી ફોર્મ ભરવા નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે હતા. પણ હવે એક અન્ય વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં રૂપાણી સ્કૂટર પર બેસી ફોર્મ ભરવા જઇ રહ્યા હતા ત્યારે ખાલી 20 કે 25 માણસોનું ટોળુ જ તેમની પાછળ દેખાય છે. ત્યારે ગુજરાતના સીએમની જતા હોય અને તેમની પાછળ આટલી ઓછી ભીડ કેવી રીતે હોય તે વાત વિવાદનું કારણ બન્યુ છે.

જો કે આ વીડિયોનો કેટલો સાચો છે તે વાતની પૃષ્ઠીનો ખાલી ભાજપ કે રૂપાણી જ કરી શકે. પણ હાલ સોશ્યલ મીડિયામાં આ વીડિયો અને ટ્વીટ ભાજપ વિરોધીઓ દ્વારા મોટી સંખ્યામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. અને તેમાં તેમ લખવામાં આવી રહ્યું છે કે આ બતાવે છે કે ભાજપ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જવાની છે.

English summary
This viral video is claiming CM vijay rupani losing charm in his own constituency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X