Video: પાંચ બાળકોને બેસાડીને બાઈક ફૂલ સ્પીડમાં ભગાવી, ઓવરટેક કરતો રહ્યો
ગુજરાતમાં ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં એવો કેસ સામે આવ્યો છે જેમાં બાઈક ચલાવી રહેલ વ્યક્તિએ 5 બાળકોને બેસાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરી દીધો.
કોરોના લૉકડાઉન વચ્ચે બાઈક પર બે સવારીથી વધુ લોકો સ્વીકાર્ય નથી. જો કોઈ પતિ પોતાની પત્ની ઉપરાંત બાળકને પણ બાઈક પર લઈ જતો દેખાય તો પોલિસ તેને દંડ ફટકારે છે. પરંતુ ગુજરાતમાં ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં એવો કેસ સામે આવ્યો છે જેમાં બાઈક ચલાવી રહેલ વ્યક્તિ 5 બાળકોને બેસાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરી દીધો.

એ બાઈક પર છ સવારી હોવા ઉપરાંત તે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવીને રોડ પર બીજા વાહનોને ઓવરટેક પણ કરી રહ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલિસ હરકતમાં આવી ગઈ. પોલિસ અધિકારીએ કહ્યુ કે કેસની તપાસ ચાલી રહી છે. આરોપી પર કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના રેલવે સ્ટેશન રોડ પર સ્થિત પાંચબત્તી રોડની છે. જ્યાં એક વ્યક્તિ 5 બાળકોને એક બાઈક પર લઈને જઈ રહ્યો હતો. જેને જોઈને તેનો કોઈએ તેનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો. વીડિયોમાં બાઈકનો નંબર પણ સ્પષ્ટ જોઈ શકાય છે. એ બાઈકના નંબરના આધારે પોલિસ આરોપીને શોધવામાં લાગી છે. પાંચ બાળકો સાથે આ રીતે વાહન ચલાવારને ટ્રાફિક પોલિસની નજરોથી બચીને વાહનોને ઓવરટેક કરવા ચિંતાનો વિષય છે.












Click it and Unblock the Notifications
