For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેચ્યુ ઑફ યુનિટીથી PM મોદીઃ કોરોનાથી મોટા દેશો હારી ગયા, ભારતીયોની એકતાએ સામનો કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના પ્રસંગે તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીથી દેશનો સંબોધિત કર્યા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના પ્રસંગે તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીથી દેશનો સંબોધિત કર્યા. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મોદીએ પોતાના ભાષણની શરૂઆત સુબ્રમણ્યમ ભારતીની પંક્તિઓથી કરી. મોદીએ કહ્યુ કે તમિલનાડુમાં જન્મેલા મહાન કવિ ગાતા હતા - 'યહ હે ભારત દેશ હમારા..આગે કોન જગતમે હમસે, યહ હે ભારત દેશ હમારા... મહારથી કઈ હુએ જહાં પર, યહ હે દેશ મહી કા સ્વર્ણિમ, ઋષિઓને તપ કિએ જહાં પર, યહ હે દેશ જહાં નારદ કે, ગુંજે મધુમય ગાન કભી થે, યહ હે દેશ જહાં પર બનતે, સર્વોત્તમ સામાન સભી થે.'

130 કરોડ ભારતીયોની એકતાએ કોરોનાનો સામનો કર્યો

130 કરોડ ભારતીયોની એકતાએ કોરોનાનો સામનો કર્યો

પ્રધાનમંત્રીએ કોરોનાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે, 'કોરોનાની વિપત્તિ અચાનક આવી. તેણે આખા વિશ્વને પ્રભાવિત કર્યુ પરંતુ ભારતે જે કર્યુ તે અભૂતપૂર્વ છે. જે મહામારીએ દુનિયાના મોટા મોટા દેશોને પરાસ્ત કરી દીધા પરંતુ 130 કરોડ ભારતીયોની એકતાએ તેનો સામનો કર્યો. આપણા સૌની એકતા કોરોનાના સંકટકાળમાં સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમની રાહ પર ચાલીને દેશે ઘણા એવા કામ કર્યા છે જે ક્યારેક મુશ્કેલ માની લેવામાં આવ્યા હતા. અમે કલમ 370 હટાવવાનો સંકલ્પ પૂરો કર્યો. સરદાર પટેલે 31 ઓક્ટોબરે જ આનો ઉલ્લેખ કર્યો હતો. તે આ નહોતા ઈચ્છતા માટે અમે તેમનુ કાર્ય પૂરુ કર્યુ.'

દેશ રક્ષાના બધા ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યો છે

દેશ રક્ષાના બધા ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યો છે

પીએમ મોદીએ કહ્યુ - 'દેશ ભવ્ય મંદિર બનતા પણ જોઈ રહ્યો છે. અમે એક એવા દેશનુ નિર્માણ કરી રહ્યા છે જેમાં બધા સમાન પણ હોય, સશક્ત પણ હોય. સરદાર પટેલ કહેતા હતા કે ખેડૂત, મજૂર, ગરીબ સશક્ત થશે ત્યારે તે આત્મનિર્ભર બનશે. તો આપણે આત્મનિર્ભર દેશ જ બનાવીશુ. જો પોતાની પ્રગતિ સાથે સાથે પોતાની સુરક્ષા માટે પણ આશ્વસ્ત રહી શકે છે. આજે દેશ રક્ષાના બધા ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યો છે.'

ભારતીય સેના આતંકીઓ સામે હંમેશા લડતી રહેશે

ભારતીય સેના આતંકીઓ સામે હંમેશા લડતી રહેશે

આતંકવાદ પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે, 'આજે દુનિયાના બધા દેશોએ આતંકવાદ સામે એક થવાની જરૂર છે. આતંકવાદ અને હિંસાથી કોઈને ફાયદો નહિ થઈ શકે. ભારતે હંમેશા આતંકવાદ સામે લડાઈ લડી છે. ભારતીય સેના આતંકીઓ સામે હંમેશા લડતી રહેશે.' પુલવામા હુમલા વિશે પીએમ મોદીએ કહ્યુ કે, 'દેશ એ ક્યારેય નહિ ભૂલી શકે કે પુલવામા હુમલા દરમિયાન સુરક્ષાકર્મીઓના બલિદાન પર અમુક લોકો દુઃખી નહોતા. એ સમયે, આ લોકો માત્ર રાજનીતિ કરી રહ્યા હતા. હું તેમને રાષ્ટ્રના હિતમાં રાજનીતિ ન કરવાનો અનુરોધ કરુ છુ.' વળી, તેમણે કહ્યુ કે 'આજે કાશ્મીર વિકાસની નવી રાહ પર ચાલી નીકળ્યુ છે.. ભલે તે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવા માટે હોય કે ત્યાંના વિકાસ માટે ઉઠાવવામાં આવી રહેલ પગલાં, આજે દેશ એકતાના નવા આયામ સ્થાપિત કરી રહ્યો છે.'

PM મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપીPM મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી

English summary
Video: PM Modi speech at Statue of Unity in Kevadia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X