For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ગુજરાતના વોટરપાર્કમાં મારપીટ, મહિલાઓને પણ નહીં છોડી

ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમીને કારણે વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલમાં લોકોની ભીડ વધી રહી છે. સવાર પડતા જ લોકો વોટરપાર્કમાં એન્જોય કરવા માટે પહોંચી જાય છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમીને કારણે વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલમાં લોકોની ભીડ વધી રહી છે. સવાર પડતા જ લોકો વોટરપાર્કમાં એન્જોય કરવા માટે પહોંચી જાય છે. શહેરના ચોટીલા હાઇવે પાસે આવેલા અમરનાથ વોટરપાર્કમાં બુધવારે આ પ્રકારની જ ભારે ભીડ હતી. અહીં નાહવા માટે આવેલા પરિવારની વોટરપાર્ક કર્મચારીઓ સાથે બબાલ થઇ ગઈ. વાત વાતમાં વિવાદ એટલો બધો વધી ગયો કે લોકો ડંડા અને પથ્થર જે પણ હાથમાં લાગ્યું તે લઈને મારામારી કરવા લાગ્યા. કર્મચારીઓ ઘ્વારા મહિલાઓની પણ ડંડાથી પીટાઈ કરવામાં આવી. આખા વોટરપાર્કમાં અફરાતફરી મચી ગઈ. મહિલાઓ અને બાળકો ચીસો પાડતા અહીં તહીં ભાગવા લાગ્યા. આ સંકટ ઘણા કલાકો સુધી બનેલું રહ્યું. હવે આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Gujarat water park

એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વોટરપાર્ક કર્મચારીઓ અને નાહવા માટે આવેલા લોકો વચ્ચે કઈ રીતે મારપીટ થઇ રહી છે. આ લોકો ઘ્વારા ફક્ત ડંડા અને પથ્થર જ નહીં પરંતુ હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. હવે પોલીસ આખા મામલે તપાસમાં જોડાઈ ચુકી છે.

આ પણ વાંચો: વીડિયો: ગુજરાતના ભાજપા વિધાયકે બધાની વચ્ચે મહિલાને લાતોથી મારી

ચોટીલા ચોકીના પોલીસ ઇન્સ્પેક્ટર અનુસાર, હાલમાં વોટરપાર્ક સંચાલકો અને માર ખાનાર રાજકોટના પરિજનો વચ્ચે સુલેહ થઇ ચુકી છે. આ સુલેહ લડાઈના થોડા સમય પછી જ થઇ ગઈ હતી. એટલા માટે બંને પક્ષો ઘ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધાવવામાં આવી. પરંતુ જેવું જણાવવામાં આવી રહ્યું છે કે હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, તો તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Video Viral about Fighting in Gujarat water park
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X