For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: હાઇવે પર એક સાથે 10 સિંહો જોવા મળ્યા

ગુજરાતના જૂનાગઢમાં ફેમસ તીર્થધામ ભવનાથ ગિરનાર પર્વત અને જંગલ સિંહો માટે પસંદગીનું સ્થળ બન્યું છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના જૂનાગઢમાં ફેમસ તીર્થધામ ભવનાથ ગિરનાર પર્વત અને જંગલ સિંહો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. અહીં જંગલથી પસાર થતા રસ્તા પર શ્રદ્ધાળુઓ વધારે આવતા હોય છે પરંતુ ક્યારેક ક્યારેક અહીં સિંહોને રસ્તા પર લટાર મારતા જોઈ શકાય છે. આ સિંહોની સંખ્યા 50 જેટ્લી ગણાવવામાં આવી રહી છે, જેમાંથી કેટલાક આજુબાજુના વિસ્તારમાં પણ પહોંચી જાય છે. તેવી સ્થિતિમાં અહીં કેટલીક એવી ઘટનાઓ બને છે જેને જોવા માટે લોકોએ ઘણો લાંબો સમય રાહ જોવો પડે છે.

Lion video viral

હાલમાં જ કંઈક આવું જ જોવા મળ્યું. જયારે બીલખા રોડ પાસેથી પસાર થઇ રહેલી કારની સામેથી એક બે નહીં પરંતુ 10 સિંહો જોવા મળ્યા. આ સિંહો રસ્તાની બાજુથી જંગલની બીજી બાજુ જઈ રહ્યા હતા. કાર ચાલકે સિંહોની આખી હરકતને મોબાઈલમાં કેદ કરી લીધી. આ વીડિયો હવે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Lion video viral

કાર ચાલાક અનુસાર રાતના સમયે જયારે તેઓ બીલખા રોડથી જઈ રહ્યા હતા ત્યારે જ નજીકની ઝાડીથી સિંહો એક પછી એક બહાર નીકળવા લાગ્યા. આસપાસના લોકોએ કહ્યું કે આ સિંહો શિકારની શોધમાં હંમેશા નીકળતા રહે છે પરંતુ 10 સિંહો એક સાથે બહાર નીકળવા મોટી વાત છે.

English summary
Video Viral: Ten Lions Crossing Road In Girnar Jungle Junagadh Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X