રસ્તા પર જો અચાનક સિંહ દેખાય તો શું કરવું જાણો Videoમાં

Posted By:
Subscribe to Oneindia News

તમારી સામે અચાનક જ સિંહોનું મોટું ટોળું આવી જાય તો શું કરવાનું? તે પણ ત્યારે જ્યારે તમારી પાછળ પણ ટ્રાફિક જામ હોય, આગળ 12 સિંહો અને તમે બાઇકમાં હોવ! ચોક્કસથી તમે ભગવાનને યાદ કર્યા સિવાય કંઇક ખાસ તો નહીં જ કરી શકો! પણ આવું જ કંઇક ખરેખરમાં થયું છે ગુજરાતના અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ સ્ટેટ હાઇવ વે પર. જ્યાં અચાનક જ 12 સિંહોના ટોળાએ એક સાથે રોડ ક્રોસ કરવાનું વિચાર્યું. અને તેના લીધે જ ટ્રાફિક જામ થઇ ગયો. બધા ચૂપચાપ ઊભા રહી ગયા કે ભાઇ આ સિંહો સખણા થઇને રોડ ક્રોસ જતા રહે, તો ગંગા નાહ્યા!

lion

Read also: ખાટલા પર બેસાડ્યું તેમ છતાં ચીડાયું સિંહબાળ!

લગભગ 15 મિનિટ સુધી તો સિંહોએ રસ્તો રોકી રાખ્યો. રસ્તા પણ તેના બચ્ચાને રોડ ક્રોસ કરવાની ટ્રેનિંગ આપી. તમામ ગાડી અને બાઇક ચાલકો પણ અનુભવ્યું કે સિંહો રોડ ક્રોસ કરે ત્યારે ખરેખરમાં મનમાં કેવી ફિલિંગ આવે છે! ત્યારે એક કાર ચાલકે આ સમયનો એક વીડિયો ઉતાર્યો છે. જે હવે વાયરલ થઇ ચૂક્યો છે. તો જો તમે પણ કોઇ દિવસ દક્ષિણ ગુજરાત જાવ અને રસ્તામાં સિંહ આંટાફેરા મારતો મળી જાય તો તેને હેરાન કર્યા વગર શું કરવું તે જ જુઓ આ વીડિયોમાં!

Read also: Viral Video:તરસ્યા કોબરાને જ્યારે પોલીસે ધરી પાણીની બોટલ..

તો જુઓ 12 સિંહોના ટોળાએ કેવી રીતે કર્યો રોડ ક્રોસ તેનો આ વીડિયો અહીં....

English summary
Traffic on the Pipavav-Rajula highway in Gujarat came to a halt on Saturday evening, April 15, when a pride of lions took a few minutes to cross the highway.
Please Wait while comments are loading...