મંત્રીઓના ખાતાની થઇ ફાળવણી, જાણો કોને ક્યું ખાતું મળ્યું

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ભાજપના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાને બે દિવસ થવા આવ્યા છતાં ખાતા ફાળવણી બાકી હતી. ત્યારે ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા બેઠક યોજ્યા પછી અધિકૃત રીતે નવા પસંદ કરવામાં આવેલા મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. જે મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી કેબિનેટના તમામ મંત્રીઓને ખાતા ફાળવ્યા છે. નોંધનીય છે કે વિજય રૂપાણી સામાન્ય વહીવટ અને ગૃહ અને સાથે જ શહેરી વિકાસ પણ રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. ત્યારે ખાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સોંપવામાં આવ્યા છે. તે સિવાય અન્ય મંત્રીઓને કયા ખાતા સોંપવામાં આવ્યા છે તે અંગે જાણો અહીં...

vijay rupani


ઇશ્વર પટેલ - સહકાર, રમત ગમત

વાસણ આહિર - સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ 

કુમાર કાનાણી - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાવરી દવે - મહિલા બાળ કલ્યાણ વિભાગ

રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા - ગૃહ, ઉર્જા અને સંસદિય બાબત, કાયદો

પરબત પટેલ - સિંચાઈ, પાણી પુરવઠો

પરસોત્તમ સોલંકી - મત્સ્ય ઉદ્યોગ

બચુ ખાબડ - ગ્રામગૃહ નિર્માણ

જયદ્રથસિંહ પરમાર - કૃષિ વિભાગ

રમણ પાટકર - વન અને આદિજાતી વિભાગ

કેબિનેટ પ્રધાન આર.સી.ફળદું - કૃષિ, ગ્રામ વિકાસ

ભુપેન્દ્રસિંહ ચુડાસમા - શિક્ષણ

કૌશિક પટેલ - મહેસૂલ

સૌરભ પટેલ - નાણા, ઉર્જા

જયેશ રાદડીયા - અન્ન નાગરિક પુરવઠો

દિલીપ ઠાકોર - શ્રમ અને રોજગાર

ગણપત વસાવા - આદિવાસી વિકાસ, પ્રવાસન

ઇશ્વર પરમાર - સામાજિક ન્યાય અને આધિકારીતા

English summary
Vijay Rupani allocated various department to cabinat ministers. Read here which Minister got which department

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.