For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાંસાલા અગ્નિકાંડ પર CM એ 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પ્રાંસલા અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતક પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી છે. જાણો આ ખબર અંગે વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

રાજકોટ પાસે આવેલા પ્રાંસાલામાં રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગવાના કારણે 3 યુવતીઓની મોત થઇ છે. અને 15 જેટલી યુવતીઓ ગંભીર રીતે દાઝી છે. તે પછી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પ્રાંસલામાં શિબિર દરમ્યાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેક્ટરને આદેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 3 શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી તેમના પરિવાર જનોને મુખ્યમંત્રી રાહતનિધિ માંથી 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ આગની ઘટનાની જાણકારી મળતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને બચાવ અને મદદ માટે સતર્ક કર્યું હતું. અને વિગતવાર માહિતી મેળવી હતી. ઉપલેટાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજીની શિબિરમાં આગના કારણે 3 યુવતીઓના મોત થઇ હતી.

Vijay Rupai

નોંધનીય છે કે રાજકોટ બેઠકથી જ ચૂંટણી જીતેલા મુખ્યમંત્રીએ રાજકોટની પાસે જ બનેલી ઘટના મામલે મીડિયા સાથે વાતચીત કરીને આ ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી. શ્રી વૈદિક મિશન ટ્રસ્ટ ગત 18 વર્ષથી પ્રાંસલામાં દસ દિવસનો યૂથ કેમ્પ આયોજીત કરતી આવે છે. આ વર્ષે પણ આ 18મી રાષ્ટ્રકથા શિબિરમાં હાજરી આપવા માટે 16000 બાળકો આવ્યા હતા. અને તેમની આયુ 8 થી 18 વર્ષની વચ્ચે હતી. ત્યારે જ આ આગનો અકસ્માત બન્યો હતો. જેમાં 3 યુવતીઓની મોત થઇ છે. વધુમાં શુક્રવારે મોડી રાતે બનેલી આ ઘટનાની જાણ થતા યુવતીઓના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને કરુણાંત દ્રશ્યો સર્જાયા હતા.

English summary
Vijay Rupani announced 4 lakh rupees relief to the 3 girls who dead at Rashtra Katha Shibir in Pransla, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X