Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રેલીમાં ચક્કર આવતાં પડી ગયા વિજય રૂપાણી, મોદીએ આરામ કરવાની સલાહ આપી

રેલીમાં ચક્કર આવતાં પડી ગયા વિજય રૂપાણી, મોદીએ આરામ કરવાની સલાહ આપી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે ભાષણ આપતી વખતે સ્ટેજ પર જ બેભાન થઈ પડી ગયા. તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર કરવા વડોદરાના નિજામપુરા પહોંચ્યા હતા. અહીં થયેલી એક સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતાં નીચે પડી ગયા હતા. જે બાદ તેમનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો. તબીબોએ રૂપાણીને સ્ટેજ પર જ ફર્સ્ટ એડ આપી. જે બાદ ખુદ સીડીઓ ચઢીને નીચે ઉતર્યા.

vijay rupani

ઈલાજ બાદ વિજય રૂપાણી અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા. અહીં તેમની તપાસ બાદ યૂએન મેહતા હોસ્પિટલના ડૉ આરકે પટેલે કહ્યું કે, 'મુખ્યમંત્રીના બધા જ તપાસ રિપોર્ટ નોર્મલ છે. અમે તેમને ECG અને CT સ્કેન પણ કર્યો છે, જેમાં ચિંતાની કોઈ વાત નથી મળી. તેમને 24 કલાક સુધી હોસ્પિટલમાં ડૉક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવશે.'

વડોદરાના નિજામપુરામાં વિજયભાઈ રૂપાણી દિવસની ત્રીજી રેલી હતી. તેઓ તરસાલી અને કરેલીબાગમાં ચૂંટણી સભા કર્યા બાદ નિજામપુરા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના સોશિયલ મીડિયા અકાઉંટ પર સભાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ આરામની સલાહ આપી

ગુજરાતના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીની તબીયત ઠીક છે. ગાંધીનગર જતા પહેલાં વડોદરા એરપોર્ટ પર પણ તબીબોએ તેમની તપાસ કરી હતી. જે બાદ અમદાવાદમાં તેમની સંપૂર્ણ તપાસ થઈ છે. મોડી રાતે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ફોન કરી મુખ્યમંત્રીના ભાવ પૂછ્યા અને વિજય રૂપાણીને આરામ કરવાની સલાહ આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X