નોટબંધી વિપક્ષ માટે વોટબંધી બની ગઈ છે: વિજય રૂપાણી

Posted By:
Subscribe to Oneindia News

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા. જેમાં ઉત્તર પ્રદેશમાં મતોની સુનામી સાથે ઉત્તરાખંડ, મણિપુરમાં પણ ભાજપ સારા પરિણામો લાવતા ગુજરાતભરના ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એક બીજાના મોં મીઠા કરી આ વિજયને માણ્યો હતો. અમદાવાદમાં પણ ભાજપના કાર્યકરો ભારે હર્ષઉલ્લાસ સાથે જોવા મળ્યા હતા. ખાનપુર સાથે પ્રદેશ કાર્યાલયમાં અને કોબામાં કમલમ ખાતે ખુશીનો માહોલ જોતા જ બનતો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત, પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સમેત ભાજપના તમામ મોટા નેતાઓ અને કાર્યકર્તાઓએ આ જીતને સાથે મનાવી હતી. વધુમાં સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમિત શાહના મત પ્રદેશ નારણપુરા ખાતે એક વિજય સભાને પણ સંબોધશે.

bjp

પણ આ પહેલા મીડિયા દ્વારા વિજય રૂપાણીને ભાજપની આ જીત અંગે પુછતા તેમણે કહ્યું હતું કે આ પરિણામો આખા દેશના મૂડને બતાવે છે. કેન્દ્રની ભાજપની સરકાર ગરીબોની સરકાર છે. અને દેશની જનતાએ એમાં વિશ્વાસ મુક્યો છે.નોટબંધીને વિરોધીઓએ મુદ્દો બનાવ્યો હતો પણ લોકોએ નોટબંધીનો જવાબ વોટબંધીથી આપ્યો છે. તેમણે કહ્યું કે જાતિવાદની ગણતરી ખોટી પડી, વિકાસની રાજનીતિને જનતાએ પસંદ કરી છે. અમિત ભાઈના નેતૃત્વને કારણે કાર્યકરોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. કોંગ્રેસ સપાના જોડાણ બોલતા રૂપાણી કહ્યું કે કોંગ્રેસ સપાનું જોડાણ અનૈતિક હતું, કોંગ્રેસ ડૂબતી નાવ છે તે સાબિત થયું. વધુમાં રાહુલ ગાંધી પર બોલતા સીએમ કહ્યું કે રાજીવગાંધી પાયલોટ હતા ત્યારે રાહુલ ગાંધી સાયકલ ને ધક્કા મારવા નિકલ્યા છે.

vijay rupani and jitu
English summary
Vijay Rupani and Gujarat Bjp workers celebrate party victory. Read here what CM Vijay Rupani says on this victory.
Please Wait while comments are loading...