વિજય રૂપાણીના ગંભીર આરોપ પર અહમદ પટેલનો ટ્વિટર જવાબ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસી સાંસદ અહેમદ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાંથી થોડા સમય પહેલા ISIS સાથે જોડાયેલા બે આતંકીઓને પકડવામાં આવ્યા હતા. જેમાંથી એક ભરૂચની હોસ્પિટલમાં ટેકનીશીયન તરીકે કામ કરતો હતો. આ હોસ્પિટલના ટ્રસ્ટી કોંગ્રેસના નેતા અહેમદ પટેલ છે. તો વિજય રૂપાણીએ આ અંગે પ્રેસ કોન્ફર્ન્સ કરીને સવાલ પૂછ્યો હતો કે આ મામલે શું અહેમદ પટેલને જવાબદાર માનવામાં આવે કે નહીં? ઉલ્લેખનીય છે કે આતંકીઓની એટીએસ ધરપકડ કરી તે પહેલા જ થોડા સમય પહેલા તેમને આ હોસ્પિટલમાંથી નીકાળવામાં આવ્યા હતા.

Vijay rupani

જો કે રૂપાણીના આ ગંભીર આક્ષેપ પછી અહેમદ પટેલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. તેમણે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. વધુમાં તેમણે એટીએસના કામને બિરદાવતા કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને ચૂંટણી સમયે રાજકારણ સાથે ના જોડવું જોઇએ. એટીએસથી પ્રાપ્ત માહિતી મુજબ પકડાયેલા બન્ને આંતકીઓ ચૂંટણી વખતે અમદાવાદમાં કોઇ મોટું કાવતરું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. ત્યારે હાલ આ મામલે રાજકીય રંગ પકડ્યો છે.

Ahmed patel
English summary
Gujarat cm Vijay rupani made allegation that congress leader Ahmed patel have connection with terrorists.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.