આનંદીબેન વગર જ વિજય રૂપાણી મળ્યા રાજ્યપાલને

ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે હાથમાં નાળિયેર આપીને તથા મીઠાઇ ખવડાવીને તેમનું સ્વાગત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પ્રસંગે તેમની સાથે હતા. જોકે આ ઘટના ક્રમમાં રાજભવન પહોંચવાનો સમય 11 વાગ્યાનો હતો પરંતુ નીતિન પટેલ મોડા પડતા રાજભવન પાસેથી નવો સમય માંગવામાં આવ્યો હતો. ત્યારે એ ચર્ચા વ્યાપક બની છે કે નારાજ નીતિન પટેલે મોડા આવીને પોતાની નારજગી વ્યક્ત કરી કે શું?

nitin patel

આજે સવારે ભાજપ મોવડી મંડળ પહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાના ઘરે પોહંચ્યું હતુ. ત્યાર બાદ નીતિન પટેલી રાહ જોવાઈ રહી હતી નીતિન પટેલ આવતા વિજય રૂપાણી સહિતના નેતાઓ રાજભવન પહોંચ્યા છે. નોંધનીય છે કે આ બેઠકમાં આનંદીબેનની સચૂક ગેરહાજરી જોવા મળી હતી.

વિજય રૂપાણીએ સીએમ તરીકે પોતાના નામની જાહેરાત થયા બાદ મીડિયાને જણાવ્યું હતું કે તે ગુજરાતને દેશભર માટે એક મોડેલ રાજ્ય બનાવવા માંગે છે. તો બીજી તરફ વિજય રૂપાણીનું નામ જાહેર થવાની સાથે જ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે તેનો વિરોધ કરી કહ્યું હતું કે વિજય રૂપાણી ખાલી નામના મુખ્મમંત્રી છે અને તે આ અંગે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.

તેવું માનવામાં આવી રહ્યું છે કે રવિવારે ગાંધીનગર ખાતે મહત્મા મંદિર ખાતે નવી સરકારની શપથવિધિ યોજવામાં આવશે. ત્યારે નવા મુખ્યમંત્રી તરીકે નવા મંત્રીમંડળની રચના કરતા વિજય રૂપાણી સામે કોઇને પણ મન દુખ ના થાય તે રીતે નવું મંત્રીમંડળ રચવું પડકાર સમાન હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X