For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કેન્દ્રના આદેશ પર વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી છોડી?

શું કેન્દ્રના આદેશ પર વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી છોડી?

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમ પર છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના નામને લઈ અંદાજાઓ લગાવવામાં આવી રહ્ય છે. આ દરમિયાન પીએમ મોદીના નજીકના મનાતા નેતા પ્રફુલ્લ ખોડા પટેલ નામની ચર્ચા પણ તેજ બની છે. ભાજપના સૂત્રએ જણાવ્યું કે, પ્રફુલ્લ ખોડા પટેલ અને પુરુષોત્તમ રૂપાલામાંથી કોઈ એકને ગુજરાતના આગલા સીએમ બનાવવામાં આવી શકે છે. સાથે જ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે કેન્દ્રના આદેશ પર વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં આવતા વર્ષે ચૂંટણી હોય ભાજપ ગુજરાતના શક્તિશાળી સમુદાય પાટીદારોને ખુશ કરવા મથી રહ્યું છે.

vijay rupani

જણાવી દઈએ કે આજે શનિવારે ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત બાદ વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું. રાજીનામાંની યોજના કેન્દ્રના આદેશ અંતર્ગત કરવામાં આવી છે. આ અવસર પર 2 વરિષ્ઠ મંત્રી રાજ્ય પ્રભારી અને પાર્ટી મહાસચિવ પહેલેથી જ હાજર હતા. મનસુખ માંડવિયા અને પી રૂપાલા ત્યાં ઉપસ્થિત હતા તેમની સાથે જ બીએલ સંતોષ અને ભૂપેંદ્ર યાદવે પણ બેઠક કરી.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે મુખ્યમંત્રી પદ માટે સંભાવિત નામ માંડવિયા અને નીતિન પટેલના પણ નામ છે. મનસુખ માંડવિયાને હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે.

જણાવી દઈએ કે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે રાજીનામું આપ્યા બાદ કહ્યું કે મને આ અવસર આપવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. રૂપાણીએ કહ્યું કે ગુજરાતના વિકાસે એક નેતૃત્વમાં આગળ વધવું જોઈએ. વિજય રૂપાણીએ કહ્યું કે, "મારું માનવું છે કે ગુજરાતના વિકાસની યાત્રા નવા નેતૃત્વ, નવા ઉત્સાહ અને નવી ઉર્જા સાથે આગળ વધવું જોઈએ. જેને ધ્યાનમાં રાખી મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે."

વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, "હું મારા જેવા મારી પાર્ટીના કાર્યકર્તાઓનો આભારી છું, જેમણે મને ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં સેવા કરવાનો મહત્વપૂર્ણ અવસર આપ્યો." તેમણે કહ્યું કે, "મારા આખા કાર્યકાળમાં મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું. રાજ્યના વિકાસમાં યોગદાન આપવાનો અવસર આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું."

English summary
vijay rupani resigned on order of central govt: BJP Source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X