ખરા ભારતનું નિર્માણ વિકાસવાદથી જ શક્ય : મોદી

આજે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળના 4000 દિવસો પૂરા થવા અંગે તેમણે જણાવ્યું કે 'મને 4000 દિવસ સુધી અખંડ રીતે મુખ્યમંત્રી પદ પર કાર્ય કરવાની તક મળી. ગુજરાતમાં ક્યારેય આટલી લાંબી રાજકીય સ્થિરતા રહી નથી. સ્થિરતાને કારણે હિંમતભર્યા નિર્ણયો લેવાનું બળ મળ્યું છે. 4000 દિવસમાં ગુજરાતે વિકાસની જે ઊંચાઇ પ્રાપ્ત કરી છે તેનો શ્રેય મને નહીં, 6 કરોડ ગુજરાતીઓને જાય છે.'
પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે દરેક બાબતને ચૂંટણીના ત્રાજવે તોલવાની પ્રવૃત્તિ નુકસાનકારક છે. સારા કાર્યો કરનારને પ્રજા સારી રીતે ઓળખે છે. આવનારા દિવસોમાં ગમે તેવો ગરમાવો આવે, તેમ છતાં સરપંચો પોતાના ગામમાં સુમેળ અને સંપથી કામને આગળ વધારે એવી અપેક્ષા છે.
મોદી એ કહ્યું કે સરપંચોને કહેવા માંગુ છું કે તમને એમ થતું હોય તે ગામમાં સારા રસ્તા, ગટર જોડાણ, વીજળી, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ક્યાંથી હોય? આ તો મોદી સાહેબે કર્યું છે. પણ મને આટલાથી સંતોષ નથી. આ તો મેં હજી સુધી છેલ્લાં દાયકાઓમાં બાકી રહી ગયેલા ખાડા પૂરવાનું કામ કર્યું છે. આ જાન્યુઆરીમાં હું નવું કામ શરૂ કરીશ જેનાથી ભવ્ય અને દિવ્ય ગુજરાતનું સર્જન થશે.
અત્યાર સુધીમાં વિશ્વમાં બધા જ વાદ આવી ગયા છે પણ ખરા ભારતનું નિર્માણ વિકાસવાદથી જ થઇ શકશે. 'સર્વ જન હિતાય, સર્વ જન સુખાય'થી જ આપણે આગળ વધવું છે. ગુજરાતને નવી ઊંચાઇએ સાથે મળીને લઇ જઇશું. પંચાયતી રાજની ઉજવણી તમારી રીતે અને લોક શિક્ષણના કામથી કરવી જોઇએ. પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા અને લોકભાગીદારી વધે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
