For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેસરવાસીઓની વ્યથા, 'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

By Rakesh
|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાની દક્ષિણે આપેલા જાંબુઘોડાના સીમાડાઓને અડીને આવેલા હાલોલ તાલુકામાં ચોતરફ નૈસર્ગિક વાતાવરણ અને ડુંગરમાળાઓની વચ્ચે પલાઠી વાળેને બેસેલા ડેસર ગામના લોકોએ પોતાની વર્તમાન સ્થિતિ જણાવી હતી અને પોતાની ઇચ્છાઓ જણાવી હતી. અહીં આજે અમે ડેસરમાં વસતાં આદિવાસી નાયક કોમના કેટલાક લોકોએ શું કહ્યું અને તેઓ શું ઇચ્છે છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

આપણે હંમેશા એવું જ સાંભળ્યું છે કે, ડેસરમાં રહેતા લોકોએ ચોરી કરીને તગડી મિલકત એકઠી કરી છે પરંતુ ત્યાં જઇને જોઇએ ત્યારે જ ત્યાંનો સાચો ચિતાર આપણી આંખો સમક્ષ આવે છે. અહીં સુરેશ નાયક નામના વ્યક્તિએ પોતાના પર વિતેલી વિપદા અને અધવચ્ચેથી ભણતર છોડવું પડ્યું તે અંગેની કથણી જણાવી હતી. સુરેશ મોહન નાયક નામના ડેસરવાસીએ જણાવ્યું કે, તેણે ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ 2007માં તેણે અભ્યાસ છોડવો પડ્યો હતો.

તેણે જણાવ્યું કે, માતાનું અકાળે મોત નીપજ્યું અને પિતા કમાવવા માટે અક્ષમ બની ગયા હતા. આવી પરિસ્થિતિમાં ભણવા માગતો હોવા છતાં પણ તે ભણી શક્યો નહોતો કારણ કે તેના ભણતરનો ભાર ઉપાડી શકે અને ઘરની જવાબદારી ઉપાડનારું કોઇ નહોતું. ઉચ્ચ શિક્ષણ મેળવીને એક સારી અને સન્માનિત જિંદગી જીવાની ઇચ્છા હોવા છતાં પણ પોતે એ મેળવી શક્યો નથી. આમ કહીને તેણે કિસ્મતમાં જે હતું એ મળ્યું એવું મન મનાવી લીધું હતું. તેણે પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે પોતાની સાથે જે બન્યું તે પરંતુ પોતે પોતાના બાળકો સાથે આવું નહીં થવા દે. તે તેના બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તે આકરી મહેનત કરવા તૈયાર છે.

અન્ય એક ગુલાબ બચુ નાયકે જણાવ્યું કે, તેનો 10નો પરિવાર છે, ગામમાં કે આસપાસ ક્યાંય જીવન નિર્વાહ થઇ શકે તેટલી માતબર મજૂરી મળવી મુશ્કેલ છે. હાલ કમળના મૂળ ગામના તળાવમાંથી કાઢીને જેમ તેમ કરીને જીવન વિતાવી રહ્યાં છે. રોજગારી અંગે તેમણે કહ્યું કે, તેમની પાસે જોબકાર્ડ છે, પરંતુ તેમને આવી કોઇ યોજના અંગે માહિતી નથી, કારણ કે, ના તો ગામના સરપંચ કે પછી ના તો તલાટીઓ દ્વારા તેમને આ પ્રકારની કોઇપણ માહિતી આપવામાં આવી છે.

સુધીર જેન્તિ નાયકે કહ્યું કે, તેની પાસે ખેતીની જમીન છે પરંતુ સિંચાઇની યોગ્ય સુવિધા અહીં નહીં હોવાના કારણે તેણે માત્ર ચોમાસા પર જ આધાર રાખવો પડે છે. બાકીના સમયમાં તે છૂટક મજૂરી અને ઉનાળાના સમયગાળામાં તળાવમાં કમળના મૂળ કાઢીને પોતનો સાત સભ્યોના પરિવારનો જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે. કમળના મૂળના વ્યવસાય અંગે તેણે જણાવ્યું છે કે, કમળના મૂળ કિલોના રૂપિયા 20ના ભાવે તેમની પાસેથી ગંભીરપૂરાનો વેપારી ચિમન ગરાસિયા ખરીદી લે છે અને તેને વડોદરા, સુરત જેવા શહેરોમાં વેંચે છે.

સત્યમ નાયક નામના યુવાને જણાવ્યું કે, થોડા સમય પહેલા તેમના ગામમાંથી લાઇટ કપાઇ ગઇ હતી. જેના કારણે ગામમાં અંધારપટ છવાયો છે. અમારા ઘરે વિજળીના મીટર લગાવવામાં આવે અને ફરીથી આ વિસ્તારને જગમગતો કરવામાં આવે તેવી અમારી માંગ છે પરંતુ કોઇ કારણસર ઇલેક્ટ્રિસટીના કર્મચારીઓ અને પ્રશાસન અધિકારીઓ અહીં આવતા ભય અનુભવી રહ્યાં છે.

ત્યારે એક જ વાત કહીં શકાય કે, આવા સમયે જો સમાજ અને પ્રશાસન તેની ભયજનક ભૂતકાળને ભૂલીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરે તો ચોક્કસપણે ચોરોના ગામ તરીકે ઓળખાતું નાયક કોમનું ગામ ડેસર વિકાસનું પર્યાય બનીને આવનારા સમયમાં જાણીતું બની શકે છે, પરંતુ એ માટે જરૂર છે એક પહેલની.....(વધુ માહિતી માટે તસવીરો પર ક્લિક કરો.)

ડેસરવાસીઓની વ્યથા, 'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

ડેસરવાસીઓની વ્યથા, 'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

રોજગારીના નામે શોષણ

ગામવાસીઓએ જણાવ્યું કે જ્યારે તેઓને આસપાસના વિસ્તારમાં યોગ્ય રોજગારી મળતી નથી ત્યારે તેઓ કચ્છ-ભૂજ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં જઇને રોજગારી રળતા હોય છે. આવા વિસ્તારોમાં મોકલવા માટે એક મકળદમ હોય છે( જેનું કામ રોજગારી અપાવવાનું હોય છે અને તેના બદલામાં મજૂરીમાંથી તે કમિશન મેળવે છે), પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આખું વર્ષ મજૂરી કર્યા બાદ જ્યારે મજૂરી માંગવામાં આવે છે ત્યારે તેમને મજૂરીની નક્કી કરેલી રકમ આપવામાં ગલ્લાં તલ્લા કરવામાં આવે છે અથવા તો ક્યારેક પૂરી મજૂરી પણ ચુકવવામાં આવતી નથી અને એ અંગે જો મકળદમને કરવામાં આવે તો તે મદદ કરવાના બદલે પોતાની વાત પરથી ફરી જાય છે. આવા અનુભવો અનેકવાર તેમના થયા હોવાનું ગામના રહેવાસીઓ જણાવ્યું છે.

શિક્ષણ મેળવવું છે પણ કેવી રીતે?

યોગ્ય શિક્ષણ મેળવીને એક સારું જીવન જીવવા માગતા ડેસર ગામના નવલોહિયાઓએ શિક્ષણને લઇને પોતાની વ્યથાં સંભળાવતા કહ્યું હતું કે, અમારા ગામમાં બાલ મંદિરની કોઇ સુવિધા નથી. 1થી 4 ધોરણ સુધીનો જ અભ્યાસ અહીં કરી શકાય છે. એથી વધુનો અભ્યાસ મેળવવા માટે અમારે તાડીયા ગામે જવું પડે છે. ત્યાં 5થી 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ અર્થે અમારે વાઘબોડ ગામે જવું પડે છે જ્યાં માધ્યમિક શિક્ષણ મેળવી શકાય છે, પરંતુ ત્યાં જવા માટે યોગ્ય વાહન વ્યવહારની સુવિધા નહીં હોવાના કારણે ક્યારેક અમારે ઇચ્છા હોવા છતાં પણ અભ્યાસ અધવચ્ચેથી છોડવો પડે છે અને નાની મોટી મજૂરી કરવા લાગી જવું પડે છે.

ડેસરવાસીઓની વ્યથા, 'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

ડેસરવાસીઓની વ્યથા, 'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

શિક્ષણ મેળવવું છે પણ કેવી રીતે?

ગામના એક વિદ્યાર્થી કિશન નાયકે પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તે આઇટીઆઇ કરીને કોઇ સારી નોકરી મેળવીને પોતાના ગામમાં સુધાર કરવા માગે છે. વિશેષ અભ્યાસ મેળવવો હોય તો શહેર અથવા તો અન્ય વિકસીત ગામડા કે જ્યાં વધું શિક્ષણ મળી શકે ત્યાં જવું પડે છે, પરંતુ ત્યાં રહીને અભ્યાસ કરી શકીએ તેટલા સક્ષમ અમે નથી કે અમને એ માટેની કોઇ સહાય મળી નથી. જેના કારણે કંઇક બનવાની અમારી ઇચ્છાને અમારે મનમાં જ દબાવી દેવી પડે છે.

ડેસરવાસીઓની વ્યથા, 'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

ડેસરવાસીઓની વ્યથા, 'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

શિક્ષણ મેળવવું છે પણ કેવી રીતે?

અન્ય એક વિદ્યાર્થી કે.બી નાયક કે જેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે તેણે કહ્યું કે, હું પણ ઉચ્ચ અભ્યાસ મેળવવા માગું છું અને કંઇક કરી દેખાડવા માગું છે. તે હાલ નવામાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. આ તો માત્ર એકાદ બે ઉદાહરણ છે પરંતુ અહીં વસતાં લોકો પોતે જે વેઠ્યું છે અને વેઠી રહ્યાં છે તે જીવન તેમના બાળકો ના વેઠે એ માટે શક્ય તે કરી છૂટવા તૈયાર છે. તો અહીંના બાળકો પણ સારુ શિક્ષણ મેળવવા મીટ માંડીને બેઠા છે.

English summary
villagers of desar a village near halol at panchmahal telling about his daily life, education and employment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X