પ્રેમમાં પાગલ પ્રેમી પાર કરી રહ્યો હતો પાકિસ્તાન બોર્ડર, પછી...

Viral Love Story: પ્રેમને કોઈ સરહદ નડતી નથી, આ કહેવત વર્તમાન સમયમાં સાર્થક થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. સીમા હૈદર પાકિસ્તાનથી ભારત પહોંચી હતી, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ હતી.

હવે આવો જ એક કિસ્સાએ ફરી ચર્ચા જગાવી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, જમ્મુ અને કાશ્મીરનો એક 36 વર્ષીય યુવક તેના પ્રેમિકાને મળવા માટે ગેરકાયદેસર રીત અપનાવી હતી.

આ યુવક પાકિસ્તાનમાં બોર્ડર પાસ કરીને ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કરતો હતો. જે બાદ તેને સુરક્ષા કર્મીઓએ આવું કરતા પહેલા જ ઝડપી લીધો હતો.

કચ્છના ખાવડા વિસ્તાર નજીક ભારત-પાકિસ્તાન સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા આ યુવકનું નામ ઈમ્તિયાઝ શેખ છે. જે જમ્મુ કાશ્મીરનો વતની છે.

ઈમ્તિયાઝ શેખ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતી તેની કથિત પ્રેમિકાને મળવા માટે પાકિસ્તાન બોર્ડર પાર કરીને મળવા જવાની કોશિશ કરી રહ્યો હતો.

Viral Love Story

ઉલ્લેખનીય છે કે, પોલીસ અને સુરક્ષા એજન્સીઓને ઈમ્તિયાઝ શેખની કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હોવાથી ઈમ્તિયાઝ શેખને છોડી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ યુવક માનસિક રીતે અસ્થિર છે.

પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, ઈમ્તિયાઝ શેખ ઓનલાઈન મળેલી મહિલાને મળવા માટે સરહદ પાર કરીને પાકિસ્તાનમાં જવાના ઈરાદે ખાવડા પહોંચ્યો હતો.

ઈમ્તિયાઝ શેખનું માનવું હતું કે, ત્યાંથી તે સરળતાથી પાકિસ્તાનમાં પ્રવેશ કરી શકે છે. મંગળવારના રોજ ખાવડા પહોંચ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરમાં ઈમ્તિયાઝ શેખના પરિવાર અને સ્થાનિક પોલીસ સાથે ચકાસણી કર્યા બાદ સત્તાવાળાઓને જાણવા મળ્યું કે, તેનાથી દેશની સુરક્ષાને કોઈ ખતરો નથી. જે કારણે તેને સાંજે મુક્ત કરી દેવામાં આવ્યો છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શેખ મુલતાનના એક પાકિસ્તાની સોશિયલ મીડિયા ઇંફ્લુએન્સરથી આકર્ષાયો હતો. જે બાદ તેણે નક્કી કર્યું હતું કે ઈમ્તિયાઝ શેખ તેને મળવા પાકિસ્તાન જશે.

ઉલ્લેખનીય છે કે, ઈમ્તિયાઝ શેખ પાકિસ્તાનમાં કાયદેસર પ્રવેશ માટે અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવવા માટે ગ્રામજનોની મદદ માંગી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X