Viral Video: શું ગુજરાતમાં માણસાઇ મરી પરવારી છે?
જામનગર મર્ડેર કેસ: માણસ મરતો રહ્યો અને લોકો વીડિયો ઉતારતા રહ્યા પણ હોસ્પિટલ ના લઇ ગયા!
જામનગરમાં એક માણસ મરણ પથારીએ પડ્યો છે. પણ લોકો વીડિયો ઉતારી રહ્યા છે પણ હોસ્પિટલ લઇ જવાનો પ્રયાસ નથી કરી રહ્યા. ત્યારે આવા દ્રશ્યો જોઇને ખરેખરમાં પૂછવાનું મન થાય કે કોઇનું જીવવું વધારે મહત્વનું છે કે વીડિયો?

વીડિયોમાં સાફ સાફ દેખાય છે કે માણસ લોહીથી લથપથ છે. તે ઊભો થવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ તે ઊભો થઇ નથી શકતો. આ ધટના જામનગરની છે જેમાં અંગત અદાવતના કારણે બે લોકોએ મૃતક યુવાનને મોતના ધાટ ઉતાર્યો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પિતા પુત્રને જડપી લીધા છે.
પણ વાત તે થાય છે કે મૃતક યુવાન હેંભાભા આંબલીયા લાંબા સમય સુધી તડપતો રહ્યો તેમ છતાં કોઇએ પણ તેને સારવાર માટે લઇ જવાની વ્યવસ્થા ના કરી. ત્યારે આ યુવાનનો વીડીયો જુઓ અહીં.
ખાસ નોંધ- આ વીડિયોના દ્રશ્યો કંપાવી નાંખે તેવા અને અપ્રિય છે.












Click it and Unblock the Notifications
