અનિયમિત પગાર મુદ્દે સફાઇ કામદારોએ આપ્યું આવેદન પત્ર
છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત સફાઇ કામદારોએ બુધવારે આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી.
વિરમગામમાં સફાઇ કામદારો છેલ્લા 6 મહિનાથી અનિયમિત પગારને કારણે હેરનગતિ ભોગવી રહ્યાં છે. હાડમારી વધતાં બુધવારના રોજ શહેરના આશરે 100 જેટલા રજમદાર અને સફાઇ કામદારોએ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે જ બુધવારે લગભગ 100 જેટલા સફાઇ કામદારો કામથી અળગા રહ્યાં હતા.

વિરમગામ નગરપાલિકામાં છેલ્લા 6 મહિનાથી આશરે 100 જેટલા રોજમદાર અને કાયમી સફાઈ કામદારોનો પગાર અનિયમિત છે અને છેલ્લા 3 મહિનાથી તેમને પગાર નથી મળ્યો. આ કારણે કામદારોને વ્યવહારિક જીવનમાં ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા 5-7 વર્ષથી નગરપાલિકા દ્વારા સફાઇ કામદારના પગારમાંથી પીએફ પણ કાપવામાં આવે છે. આવેદન પત્રમાં પીએફની ફાળવણી અંગે પણ માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે સફાઇ કામદારોએ આગળ પણ અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ આ મામલે કોઇ નક્કર પગલાં ન ભરાતાં આખરે બુધવારે આવેદન પત્ર મોકલવામાં આવ્યું હતું.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
