મતદાર યાદીમાં રિપીટ થતાં નામો રદ્દ કરવા અધિકારીને આવેદન

Subscribe to Oneindia News

વિરમગામ ના નળકાંઠાના કમીજલા ગામમાં મતદાર યાદીમાં એક જ મતદારનું નામ અન્ય સ્થળે પણ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. આથી બે જગ્યાએ ચાલતું આ નામ એક સ્થળેથી રદ કરાવવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, વિરમગામના કમીજલા ગામમાં 1895 મતદારો છે. જેમાંના કેટલાક મતદારોની નામ કમીજલા ઉપરાંત બાનાસીનોર, જાખેડ, ઘોળકા, સૂરત(સત્યમનગર) જેવા વિસ્તારોમાં પણ ચાલે છે.

viramgam

આ ગામનાં કૂલ 65 થી વધુ મતદારોનું નામ બે અલગ-અલગ જગ્યાઓએ મતદાર યાદીમાં હોવાનું બહાર આવ્યું છે, તેમજ હજુ પણ 400 જેટલા નામો બહાર આવે તેમ છે. આ લોકશાહી માટે જોખમરૂપ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતી ન થાય તે માટે સત્વરે પગલા ભરાય તે માટે આજ રોજ વિરમગામ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ પ્રાંત અધિકારી પ્રસસ્તિ પારીકે આ બાબાતે યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી હતી.

English summary
Viramgam : voter list the applicant has given an application letter to the provincial officer to cancel the name of names running in two places.
Please Wait while comments are loading...