photos : વિરાટ કોહલીની બર્થ ડે અને કેક કટીંગની તસવીરો
રાજકોટની મહેમાનગતિ માણી રહેલા વિરાટ કોહલીના જન્મદિવસની ખાસ તસવીરો જુઓ અહીં
(માનસી પટેલ) ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તેવા વિરાટ કોહલી રાજકોટમાં રમાનારી ટેસ્ટ મેચના કારણે ગુજરાતની મુલાકાતે છે. અને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે રાજકોટની ઈમ્પૅરિઅલ હોટલ ખાતે ટીમના સભ્યો સાથે કેક કટિંગ પણ કર્યું હતું.
નોંધનીય છે કે તેમની આ રાજકોટ મુલાકાતમાં તેમની સાથે બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સાથે જોવા મળી હતી.
ત્યારે વિરાટના ચાહકો માટે તો આ ડબલ ટ્રોફી હતી. જો કે કેક કટિંગના તમામ ફોટોમાં અનુષ્કા ક્યાંય દેખાઇ નહતી. પણ વિરાટે તેના બર્થ ડેના દિવસે ત્રણ વિવિધ કેક કાપી હતી. એટલું જ નહીં હોટલમાં તેના રૂમને પણ ખાસ રીતે સજાવવામાં આવ્યો હતો. ત્યારે વિરાટ કોહલીના બર્થ ડેની ખાસ તસવીરો જુઓ અહીં.
ફોટો સૌજન્ય- ચિરાગ ચોટલિયા

વિરાટ કોહલીનો બર્થ ડે
આજે ભારતીય ક્રિકેટ ટીમમાં ફેવરેટ ખેલાડી તેવા વિરાટ કોહલીનો બર્થ ડે છે. અને આજે તે રાજકોટની મુલાકાત ખાતે પણ છે. ત્યારે તેમના બર્થ ડે માટે રાજકોટની હોટલ ઈમ્પૅરિઅલ ખાતે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. અને કોહલીએ પણ તેમનો બર્થ ડે ભારતીય ક્રિકેટ ટીમના અન્ય સભ્યો સાથે કંઇક આ રીતે માણ્યો હતો.

ચાર કેક કાપી ઉજવ્યો બર્થ ડે
વિરાટ કોહલીનો બર્થ ડે હોય તો કંઇક એક બે કેકથી થોડુંને ચાલે. વિરાટ કોહલીએ તેના બર્થ ડે પર ચાર કેક કાપી હતી. અને હવે અનુષ્કા શર્મા સાથે પાંચમી કેક પણ કાપી લેે તો નવાઇ નહીં. નોંધનીય છે કે વિરાટની બર્થ ડે પર રાજકોટમાં તેમની સાથે અનુષ્કા પણ આવી છે. જેણે તેમના અને વિરાટના ફરીથી પ્રેમમાં પડ્યાની ગોસિપને વેગ આપી દીધો છે.

રૂમનું ડેકોરેશન
નોંધનીય છે કે રાજકોટ ખાતે આવેલા વિરાટ કોહલીના રૂમને તેમના બર્થ ડે માટે કરીને ખાસ રીતે સજાવવામાં આવ્યો હતો. ગુલાબના ફૂલની પાંદડીઓ, ફુગ્ગા અને કેક સાથે કંઇક આ રીતે હોટલમાં વિરાટ કોહલીનું આગમન કરવામાં આવ્યું હતું.

કેક કટિંગ
કંઇક આ રીતે વિરાટની કેકને સજાવવામાં આવી હતી. નોંધનીય છે કે રાજકોટ એરપોર્ટ ખાતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ગ્રાન્ડ એન્ટ્રીએ વિરાટના ચાહકોને ખુશ કરી દીધા હતા. લોકો સવારથી વિરાટની એક ઝલક દેખવા ઊભા હતા. અને તેમને વિરાટ સાથે અનુષ્કા પણ જોવા મળતા તેમની ખુશીની કોઇ પાર નહતો રહ્યો.

સ્ટેડિયમ જેવી કેક
ત્યારે વિરાટના બર્થ ડે પર અલગ અલગ થીમની કેક બનાવવામાં આવી હતી. એક કેકને સ્ટેડિયમનો આકાર પણ આપવામાં આવ્યો હતો. અને આ તમામ કેકના કટિંગ બાદ મીડિયા અને વિરાટના ફેન્સમાં વેચવામાં આવી હતી. ત્યારે ચોક્કસથી ગુજરાત અને તેમાં પણ રાજકોટ ખાતે વિરાટ કોહલીનો આ બર્થ ડે વિરાટ માટે યાદગાર બની રહેશે તેવું લાગે છે.












Click it and Unblock the Notifications
