સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ!
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે. એક તો પહેલાથી જ નબળી નેતાગીરી માટે ઝઝૂમી રહેલી કોંગ્રેસ માટે હવે એક મુશ્કેલી વધારતા સમાચાર આવ્યા છે.
જૂનાગઢ : જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે. એક તો પહેલાથી જ નબળી નેતાગીરી માટે ઝઝૂમી રહેલી કોંગ્રેસ માટે હવે એક મુશ્કેલી વધારતા સમાચાર આવ્યા છે. આ સમાચાર સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે અને કોંગ્રેસ માટે આ એક ચારસો ચાલીસ વોટના ઝટકા બરાબર છે.

મળતી માહિતી મુજબ, વિસાવદરના ધારાસભ્ય અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કદ્દાવર નેતાઓમાંથી એક ગણાતા હર્ષદ રિબડીયા ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધુ છે. ગુજરાતમાં માંડ માંડ ટકી રહેલી કોંગ્રેસને હવે સૌરાષ્ટ્રમાં વધુ એક મોટા નેતા ગુમાવવાનો વારો આવ્યો છે. રિબડીયા વિધાનસભા સ્પીકરને મળ્યા હતા અને રાજીનામું આપ્યુ હતું. રિબડીયાના રાજીનામાંનો સ્પીકર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હર્ષદ રિબડીયા કોંગ્રેસના મોટા કદના નેતા છે. રિબડીયાના રાજીનામાં બાદ હવે તે કઈ તરફ ડગ માંડશે તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જો કે આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે રિબડીયા ક્યારે ભાજપમાં જોડાય છે. સુત્રોનું માનીએ તો તેમનું ભાજપમાં જવુ લગભગ નક્કી છે.
કોંગ્રેસ માટે માઠા સમાચાર માત્ર રિબડીયાનું રાજીનામું જ નથી, હજુ પણ સમાચાર આવી રહ્યા છે કે, કોગ્રેસના વધુ બે ધારાસભ્યો પાર્ટી છોડીને કોંગ્રેસ ઝટકો આપી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
