કાંકરિયા તળાવની મુલાકાતે આવનારા ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે
કાંકરિયા લેકફ્રન્ટની વર્ષે લાખો લોકો મુલાકાત લે છે. આ અમદાવાદના પ્રખ્યાત સ્થળોમાંથી એક છે. અહીં જે કોઈ તળાવની મુલાકાત લેવા માંગે છે તે તળાવના સાત દરવાજા પરના ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકે છે.
હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ સેવા શરૂ કરાઈ છે. ઓનલાઈન ટિકિટ સિસ્ટમ શરૂ થવાથી મુલાકાતીઓને ટિકિટ લેવા માટે લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે.

ટિકિટ માટે AMC વેબસાઇટ https://www.kankarialaketickets.com/ અથવા મોબાઇલ એપ્લિકેશન AMC સેવા પર ઑનલાઇન ટિકિટ બુકિંગ વિભાગમાંથી ખરીદી શકાય છે. લેકફ્રન્ટ માટે પ્રવેશ ફી 12 વર્ષથી નીચેના વ્યક્તિઓ માટે 5 અને 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયા છે.
સિવિક બોડી કાંકરિયા લેકફ્રન્ટના મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ આપશે. જેનાથી તેઓ ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, મોબાઈલ ઈન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ કરી શકે છે.
મુલાકાતીઓએ તેમનો મોબાઈલ નંબર, નામ અને ઈમેલ પ્રદાન કરવાની જરૂર છે. વેબસાઇટ અને એપ્લિકેશન પર ટિકિટ મેળવવા ટિકિટ પસંદ કર્યા પછી અને ચુકવણી કર્યા પછી, એક QR કોડ-સક્ષમ ટિકિટ જનરેટ થશે, જે પ્રદાન કરેલા મોબાઇલ નંબર પર SMS દ્વારા પણ મોકલવામાં આવશે. પ્રવેશ માટે આ ટિકિટ કાંકરિયા લેકફ્રન્ટ પરિસરના પ્રવેશ દ્વાર પર રજૂ કરવી આવશ્યક છે.
કાંકરિયા લેકફ્રન્ટના અન્ય આકર્ષણો જેમ કે કિડ્સ સિટી, ઝૂ, બાલવાટિકા અને બટરફ્લાય પાર્કની ટિકિટો વધારાના ખર્ચે ખરીદવાની જરૂર રહેશે અને તે ઑનલાઇન અને ઑફલાઇન પણ ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
