વડોદરા, 28 ફેબ્રુઆરીઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 125 વર્ષ જૂના સયાજી ગાર્ડનને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરીને પ્રવાસીઓને આકર્ષિત કરવાની યોજના બનાવવામાં આવી છે, તેમ વરિષ્ઠ સિવિક અધિકારીએ જણાવ્યું છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મનિષ ભારદ્વાજે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, આ ગાર્ડન ટૂંક સમયમાં એક નવો હેંગિંગ બ્રીજ મેળશ, જેમાં સ્પાઇરલ વોકવે ઉપરાંત ઓટોમેટેડ સેન્સર્સ છે, જે બેરિંગના લોડને કન્ટ્રોલ કરે છે. ઝૂલતો બ્રીજ 80 મીટરના એરિયાને કવર કરશે. જે કમાટીબાગ ગાર્ડનથી ઝૂ વચ્ચે હશે.
નોંધનીય છે કે ત્રણ મહિના પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડનમાં જીમ્નેશિયમ સુવિધા ઉભી કરવામાં આવી હતી, તેમજ 2 કિમી લાંબી સાઇકલિંગ સ્ટ્રેચ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત બે દિવસ પહેલા વીએમસી દ્વારા ઇ-વેસ્ટ કલેક્શન ડ્રાઇવ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.