For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લલિતભાઈ કગથરાએ કહ્યું તંત્ર ભાજપ થઈ જાય તો ભગવાન બચાવે

લલિતભાઈ કગથરાએ કહ્યું તંત્ર ભાજપ થઈ જાય તો ભગવાન બચાવે

|
Google Oneindia Gujarati News

આજે રાજ્યની અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત, ભાવનગર અને જામનગર એમ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ તમામ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. લલિતભાઈ કગથરાએ આની સાથે જ ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ત્યારે લોકતંત્રને બચાવવા માટે લલિત કગથરાએ તમામ નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી.

લલિત કથરાએ મતદાનની અપીલ કરી

લલિત કથરાએ મતદાનની અપીલ કરી

લલિતભાઈ કગથરાએ કહ્યું કે, લોકોએ મતદાનનો ઉપયોગ કરવો જોઈએ, મતદાનથી સત્તા પરિવર્તન થાય છે, મતદાનથી લોકશાહી બચે છે, માટે તમામ પ્રજાજનોને અપીલ કરું છું કે મતદાન કરવું જોઈએ.

આ અપીલ કરી

આ અપીલ કરી

મેં લોકશાહી બચાવવા માટે મતદાન કર્યું છે, લોકસભા બચશે તો આપણે બચશું, આ દેશને બચાવવો હોય લોકશાહી બચાવવી હોય તો મતદાન કરવું જોઈએ.

તંત્ર ભાજપ થઈ જાય તો ભગવાન બચાવે

તંત્ર ભાજપ થઈ જાય તો ભગવાન બચાવે

રાજકોટમાં કાલે સાંજે કોંગ્રેસી કાર્યકરો પર તંત્રએ કરેલા માર પર લલિતભાઈ કગથરાએ કહ્યું કે, હર હંમેશને માટે કહ્યું કે ભાજપ સામે અમે 25 વર્ષથી લડતા આવી રહ્યા છે અને આજીવન લડવા તૈયાર છીએ પરંતુ તંત્ર ભાજપ થઈ જાય, પોલીસ ભાજપ થઈ જાય, કલેક્ટર ભાજપ થઈ જાય, ન્યાયિક તંત્ર ભાજપ બની જાય તો ભગવાન બચાવે.

ગુજરાતમાં મતદાન શરૂ, પીપીઈ કીટ પહેરી સીએમ રૂપાણી મતદાન કરશેગુજરાતમાં મતદાન શરૂ, પીપીઈ કીટ પહેરી સીએમ રૂપાણી મતદાન કરશે

English summary
Vote to save democracy says Lalitbhai Kagathara, MLA from Tankara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X