ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મયોગીઓ માટે તા. ૨૫ થી ૨૮ નવેમ્બર દરમ્યાન પોસ્ટલ બેલેટથી મતદાન

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૨૫ થી ૨૮ નવેમ્બર, ૨૦૨૨ સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે ૧૨-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના ૯.૦૦થી સા

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૨૫ થી ૨૮ નવેમ્બર, ૨૦૨૨ સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે ૧૨-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના ૯.૦૦થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન પંચેય વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલાં સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે તેમ બેલેટ પેપર, ડમી બેલેટ અને ગેરહાજર મતદારોના નોડલ અધિકારી વાય.એસ.ચૌધરીએ જણાવ્યું છે.

ELECTION
કોઈ પણ નાગરિક મતદાન કરવાના પોતાના અમૂલ્ય અધિકારથી વંચિત ન રહે તેવું સુચારું આયોજન ચૂંટણી પંચ કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ અધિકારીઓ- કર્મયોગીઓ પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. આવા તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ફોર્મ ૧૨-ડી મંગાવવામાં આવ્યા હતા.

જેના અનુસંધાને ૩૪- દહેગામમાં તા. ૨૫મી નવેમ્બરના રોજ જી.એમ.એન. આર્ટ્સ એન્ડ એમ.બી.પટેલ કોલેજ ઓફ કોમર્સ; ૩૫- ગાંધીનગર (દ)માં તા. ૨૬ અને ૨૭મી નવેમ્બર, ૨૦૨૨ના દરમિયાન સરકારી કોમર્સ કોલેજ, સેકટર- ૧૫, ગાંધીનગર; ગાંધીનગર(ઉ)માં તા.૨૭મી નવેમ્બરના રોજ ઇ.સી. વિભાગ, બ્લોક નંબર- ૨, સરકારી ઇજનેરી કોલેજ, સેકટર- ૨૮, ગાંધીનગર; ૩૭- માણસામાં તા. ૨૮મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ એસ.ટી.આર્ટસ એન્ડ બી.આર.કોર્મસ કોલેજ, માણસા ખાતે જ્યારે કલોલમાં તા. ૨૬ અને ૨૭મી નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકૂળ, સઇજ, કલોલ- મહેસાણા હાઇવે, કલોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X